How I took part in the Each One, Reach Bhaiyo Campaign: Turning neighbors, friends, and community members into Bhaiyos

By Hakim Bhai   In honor of International Women’s Day on March 8th, Sahiyo launched our campaign “Each One, Reach Bhaiyo.” During this campaign, Sahiyo encouraged community members to reach out to and educate at least one male-identifying person in their life about female genital cutting (FGC). Through this campaign we involved men in the important work of protecting women and girls. We know that just one conversation can spark a global change towards preventing the human rights violation that is FGC amongst future generations. Learn more here. When I spoke with one of my neighbours, Kinjalbhai, that in some Muslim sects, women are ‘circumcised,’ he said he did not know what this ‘circumcision’ meant and have never heard about it! Similarly, when I informed my friend Sandeepbhai Salikia, he too became speechless! I tried to have a conversation with 15 men who are not from my community. Surprisingly, I found out that none of these men knew such a harmful practice continues to happen even in today’s age. I feel all my brothers from my community are silent in spite of knowing everything in their minds about female Khatna and pretend to be strangers to people of other religions! I am trying to reach out to more and more people and make them aware of this practice.  મારા એક પડોશી કિંજલભાઈને જ્યારે મેં જણાવ્યું કે અમુક મુસ્લિમોના સંપ્રદાયો માં સ્ત્રીઓની ‘ખતના’ કરવામાં આવે છે. ત્યારે એ ભાઈને ખબર જ નહોતી કે આ ‘ખતના’ એટલે શું ! આવી જ રીતે મારા મિત્ર સંદીપભાઈ સાળકીયાને જાણ કરી ત્યારે તેઓ પણ અવાક બની ગયા ! મેં લગભગ 15 પુરુષોને આ બાબત જાણ કરીને વાત કરી. નવાઈની બાબત મને એ જણાઈ કે આમાંના એક પણ પુરુષને આવી કુપ્રથા અસ્તિત્વ ધરાવે છે આજના યુગમાં પણ એની કોઈ માહિતી જ નહોતી ! મારા બધા જ્ઞાતિ બંધુ દાઉદી વ્હોરા પુરુષો આ સ્ત્રીઓની ખતના બાબતે મનમાં બધું જાણવા સમજવા છતાંય ચૂપ છે અને અજાણ્યા હોવાનો ડોળ કરે છે ઈતર ધર્મના લોકો પાસે !મારી કોશિશ રહે સે કે હું વદારે ને વધારે લોકો સુધી પહોંચી શકું અને આ વિષય પર લોકોને જાગૃત કરું

પ્રિય માસી: એક ટ્રૉમા થેરાપિસ્ટ સાથે તમને વાત કરવાની જરૂર છે

Farzana Dear Maasi copy 3

પ્રિય માસી એ એક કોલમ છે, જે સેક્સ અને સંબંધ વિષેની એવી બધી બાબતો પર ભાર મૂકે છે, જેને પૂછવામાં તમને ડર લાગતો હોય! આ કોલમ સહિયો અને WeSpeakOut વચ્ચેની એક ભાગીદારી છે. તે આપણા બધા માટે છે, જેમને ફીમેલ જેનિટલ કટિંગ (એફ.જી.સી.) અથવા ખતના અને તેની આપણા શરીર, મન, સેક્સ્યુઆલિટી અને સંબંધો પર કેવી અસર પડે છે તે વિષે પ્રશ્નો હોય. બોહરીઓમાં, માસી એટલે તમારી મમ્મીની બહેન. અમે તમને અહિયાં તમારા પ્રશ્નો મોકલવા માટે આવકારીયે છીએ. જો તમને કોઇ સંકોચ થાય તો, મહેરબાની કરીને ઉપનામનો ઉપયોગ કરી શકો છો (તમારું સાચું નામ વાપર્યા વિના). પ્રિય માસી, હું 26 વર્ષની છું અને હું અત્યાર સુધી ત્રણ સંબંધોમાં રહી છું (બે મરદ અને હાલમાં એક મહિલા સાથે). મને ગાઢ સંબંધ પસંદ છે, પરંતુ ઘણીવાર પેનિટ્રેશન (કોઇપણ પ્રકારનું) તકલીફ આપે છે. મેં ઘણીવાર સેક્સ કરવાનું જ ટાળ્યું છે અને તેના કારણે મારા સંબંધોમાં સમસ્યાઓ આવી છે. મેં ડૉક્ટરને બતાવ્યું હતું, પરંતુ તેમણે કહ્યું કે મારું ‘ગુપ્ત અંગ’ બરાબર છે તેમાં કોઇ સમસ્યા નથી, પરંતુ હું અસાધારણ મેહસુસ કરું છું. મારું ખતના કરવામાં આવ્યું હતું અને મને લાગે છે કે મને તેની અસર થઇ હશે. પરંતુ તેમણે ફક્ત  મારૂં ક્લિટોરલ હૂડ કાપ્યું હતું – તેમણે મારા યોની ને કોઇ નુકશાન પહોંચાડ્યું નહોતું, બરાબર? – ડરેલી ફાતિમા   પ્રિય ફાતિમા, સૌ પહેલાં – તમે એ સમજી લો કે તમે જે બધી વાત કરી રહ્યાં છો તે એક સામાન્ય બાબત છે, કોઇ અસામાન્ય બાબત નથી. પેનિટ્રેટિવ સેક્સમાં તકલીફ થવાના પાછળ ઘણા કારણો છે, જેમાં હોર્મોનને કારણે ત્વચા સુકાઇ જવી, વજાઇનલ ઇન્ફેક્શનો, ઇજાઓ અને પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ, ફાઇબ્રોઇડ્સ અથવા એન્ડોમેટ્રિઓસિસ જેવી સ્થિતિઓ સમાવિષ્ટ છે. તકલીફ થવા પાછળના બીજા સામાન્ય કારણો છે વજાઇનિસ્મસ (જેમાં પેનિટ્રેશન સમયે વજાઇનલ અથવા પેલ્વિક ફ્લોરના મસલ સંકોચાય છે અથવા દબાય છે) અથવા વેસ્ટિબ્યુલર વલ્વિટિસ (વજાઇનાના ઓપનિંગ આસપાસની નસોમાં બળતરા થવી). આ બાબતો ટ્રૉમા સાથે સંકળાયેલ હોય શકે છે. આ બાબત વિષે વધુ આગળ વાત કરીશું. હું ભલામણ કરું છું કે તમે બીજી એક ડૉક્ટરનો અભિપ્રાય લઇ જુઓ. ઘણા ડૉક્ટરો સેક્સ્યુઆલિટીની બાબતમાં નિખાલસ હોતા નથી અને તેના પરિણામે તેઓ તેમના મૂલ્યાંકન પૂરતા ઉંડાણપૂર્વક કરતા નથી. એવા કોઇ ડૉક્ટરને મળો જેમને સેક્સ સંબંધી મુશ્કેલીઓનો અનુભવ ધરાવતા હોય. આ મુદ્દા વિષે વધુ જાણવા માટે હું Episode One of the Bodies Podcast ને સાંભળવાની ભારપૂર્વક ભલામણ કરું છું. ખતના અને તમારી પીડા વચ્ચેની લિંક સંબંધી તમારા પ્રશ્નની વાત કરીએ તો, ખતનામાં વજાઇનાને બદલે ક્લિટોરલ હૂડને અને ક્યારે ક્લિટોરિસને પણ કટ કરવાનું સમાવિષ્ટ છે. તેમ છતાં, એવા સંશોધન છે જે સૂચવે છે કે આ કટની સેક્સ્યુઆલિટી પર અસર થાય છે: વર્ષ 2017માં સહિયો દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં 35% ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે ખતના ની તેમના સેક્સ જીવન પર અસર પડી હતી, 87% લોકોએ એવું મેહસુસ કર્યું હતું કે તેની તેમના પર નકારાત્મક અસર પડી હતી. વર્ષ 2018ના WeSpeakOutના અભ્યાસમાં આશરે 33% ઉત્તરદાતાઓએ તેવી જ પ્રતિક્રિયા આપી હતી. તેમાં પીડા, ટ્રિગર અને ટ્રૉમાનું વર્ણન કરતા કેટલાક પ્રશ્નો (પેજ 47-60)ને વાંચવાની હું ભારપૂર્વક ભલામણ કરું છું – તે તમારી સમસ્યા સાથે સુસંગત હોય શકે છે. ટ્રૉમા એ આ અનુભવનો સામનો કરવાની આપણી ક્ષમતા અને સમજને કચડી નાખતી માનસિક તણાવવાળી આ ઘટનાનું એક પરિણામ છે. મોટા ભાગના સર્વાઇવરો જણાવે છે કે ખતના એ એક માનસિક તણાવવાળો, ગૂંચવણભર્યો અને પીડાદાયક અનુભવ છે જેમાં ક્યારેક ઇનકાર, આ બાબત માટે આપણે પોતે જ જવાબદાર હોવાનો વિશ્વાસ અપાવવો અથવા આપણાં વડિલો, ભરોસાપાત્ર સંબંધીઓ દ્વારા ખોટું બોલવું એ નોંધપાત્ર રીતે સમાવિષ્ટ હોય છે. હું કહીશ કે ખતના એ ટ્રૉમાની વ્યાખ્યામાં ફિટ થાય છે. આપણાં મન અને શરીર ક્યારેક પરોક્ષ અથવા ગૂંચવણભરી રીતે ટ્રૉમાને પકડી રાખે છે. મારો કહેવાનો અર્થ શું છે તે જાણવા માટે આ કોમિકને જુઓ. મને લાગે છે કે આપણાં ગુપ્તઅંગ માં ખતનાને લીધે તાણ આવી શકે છે. આ રીતે ખતનાએ તમારા પર અસર કરી છે કે કેમ તે જાણવા માટે ટ્રૉમાનો અનુભવ ધરાવતા થેરાપિસ્ટ સાથે વાત કરો. ફાતિમા, હું તમને જણાવવા માંગુ છું કે આ સમસ્યામાંથી બહાર નીકળવું અને સાજા થવું સંભવ છે. તમને આનંદદાયક સેક્સવાળુ જીવન જીવવાનો પૂરો અધિકાર છે! – માસી   માસી ઉર્ફ ફરઝાના ડૉક્ટર ફરઝાના એ એક નોવેલિસ્ટ અને પ્રાઇવેટ પ્રક્ટિસમાં સાયકોથેરાપિસ્ટ છે. તેણી WeSpeakOut અને ‘એન્ડ એફ.જી.એમ./સી. કેનેડા નેટવર્ક’ની એક સ્થાપક સભ્ય છે. તેણીને સંબંધો અને સેક્સ્યુઆલિટી વિષે વાત કરવી ગમે છે! તેણી વિષે તમે www.farzanadoctor.com પરથી વધુ માહિતી મેળવી શકો છો. તેમની નવી નોવેલ સેવનને અહીં ઑર્ડર કરો, જેમાં દાઉદી બોહરા સમાજના સંદર્ભમાં બૈરાઓના સંબંધો, સેક્સ્યુઆલિટી, બેવફાઇ વિષે વાત કરવામાં આવી છે. ઘોષણા: ફરઝાના સંપૂર્ણ રીતે સારી સલાહ આપતી હોય, તે છતાં આ કોલમ દરેક વ્યક્તિની અંગત ચિંતાઓનું સંબોધન કરશે નહીં અને તેનો વ્યાવસાયિક મેડિકલ અથવા સાયકોલોજિકલ સંભાળની અવેજી રૂપે ઉપયોગ કરવામાં આવવો જોઇએ નહીં.   Read the English version here, and the Hindi version here.

પ્રિય માસી: ફીમેલ જેનિટલ કટિંગ થી પીડિત મહિલાઓ માટે સેક્સ અને સંબંધની એક નવી કોલમ

Farzana Dear Maasi copy 3

પ્રિય માસી એ એક કોલમ છે, જે સેક્સ અને સંબંધ વિષેની એવી બધી બાબતો પર ભાર મૂકે છે, જેને પૂછવામાં તમને ડર લાગતો હોય! આ કોલમ સહિયો અને WeSpeakOut વચ્ચેની એક ભાગીદારી છે. તે આપણા બધા માટે છે, જેમને ફીમેલ જેનિટલ કટિંગ (એફ.જી.સી.) અથવા ખતના અને તેની આપણા શરીર, મન, સેક્સ્યુઆલિટી અને સંબંધો પર કેવી અસર પડે છે તે વિષે પ્રશ્નો હોય. બોહરીઓમાં, માસી એટલે તમારી મમ્મીની બહેન. અમે તમને અહિયાં તમારા પ્રશ્નો મોકલવા માટે આવકારીયે છીએ. જો તમને કોઇ સંકોચ થાય તો, મહેરબાની કરીને ઉપનામનો ઉપયોગ કરી શકો છો (તમારું સાચું નામ વાપર્યા વિના). પ્રિય માસી, મારી ઉંમર 40 વર્ષ છે અને મારો તલાક થઇ ગયો છે, પરંતુ હાલમાં હું એક સુંદર વ્યક્તિને મળી જે બોહરા સમાજના નથી અને અમારા સંબંધ ગાઢ બન્યા છે. શું મારે તેને મારા ખતના વિષે વાત કરવી જોઇએ? હું કેવી રીતે વાતની શરૂઆત કરું? અને શું તે જૂના માનસિક આઘાતને તાજો કરવો જરૂરી છે? – ડિવોર્સી દુરિયાં   પ્રિય ડિવોર્સી દુરિયાં,નવા સંબંધ માટે અભિનંદન! તમે આ પ્રશ્નનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છો તે એક સારી બાબત છે. હું એ બાબતથી શરૂઆત કરીશે કે અંગત માહિતી શેર કરવી કે નહીં એ હંમેશા તમારી પસંદગી હોય છે અને તેના કેટલાક ફાયદાઓ અને ગેરફાયદાઓ હોય છે જેના પર વિચાર કરવો જોઇએ. ચાલો ફાયદાઓથી શરૂ કરીએ: ફાયદા #1: તમારી નબળાઇઓ શેર કરવાથી નિકટતા અને ભરોસામાં વધારો થાય છે. મારું માનવું છે કે ખાસ કરીને માનસિક આઘાતની બાબતમાં આ સાચું છે કારણ કે તેવું અધિકાંશ ગોપનીયતા, શરમ અને એકાંતના સંદર્ભમાં બને છે. કોઇ પ્રિયજન સાથે તે વિષે વાત કરવી એ મદદરૂપ થઇ શકે છે; તે મૌનને તોડે છે અને તમે એકલા હો તેવું ઓછું મેહસુસ થતું નથી. ફાયદા #2: જ્યારે આપણા પ્રિયજનો એ બાબતને સમજે કે એક આઘાત આપણને માનસિક, શારીરિક અથવા સેક્સ્યુઅલી કેવી અસર કરે છે ત્યારે સાજા થવામાં તેઓ આપણા વધુ સારા સાથી સાબિત થઇ શકે છે. આ રહ્યું એક ઉદાહરણ: ક્યારેક અમુક પ્રકારનો સ્પર્શ મને આધાત પહોંચાડે છે. મારા સાથીને ખતના વિષે જાણ હોવાથી તેણે મને સાથ આપ્યો અને મને મારા આધાતમાંથી બહાર નીકળીને ફરી સ્વસ્થ થવાનો સમય આપ્યો અને મારી મદદ કરી.કેવી બાબતો તમને તકલીફો આપી શકે છે તેનો વિચાર કરો અને ત્યારબાદ તમને કેવી રીતે સપોર્ટ કરવો તે વિષે તમારા પ્રિયજનને જણાવો. સાવધાની: સામેની વ્યક્તિ તમારી હિતેચ્છુ કે કેમ તે જાણો. હવે ગેરફાયદા ની વાત કરીયે: ગેરફાયદા #1: જો તમારા પ્રિયજન સહાનુભૂતિ પ્રત્યે કુશળ ના હોય અને/અથવા ખતના આઘાતજનક હોય શકે છે તે ના સમજે, તો તેઓ અજાણતાં તમારી લાગણીઓને ઓછી અથવા અમાન્ય કરી શકે છે અથવા તમને જજ કરી શકે છે. જે તમને ફરી આઘાતની લાગણી આપી શકે છે, ખાસ કરીને જો તમે તેના માટે તૈયાર ના હો તો. આ મુશ્કેલી દૂર કરવાની એક રીત એ છે કે તમારી સ્ટોરી શેર કરતા પહેલાં ફક્ત માહિતી શેર કરો. તે માટે મેં આ બ્લોગ પોસ્ટ લખ્યો છે. ઉપયોગી એવા વધારે આર્ટિકલો અને વિડીયો માટે સહિયો બ્લોગ અને WeSpeakOut વેબસાઇટ જુઓ. ગેરફાયદા #2: આપણને સપોર્ટ કરતા લોકો સાથે પણ આપણા માનસિક આઘાત વિષે વાત કરવી એ આપણને નિર્બળ અને ખૂબ જ લાગણીશીલ બનાવી શકે છે. જો તમને લાગે કે તમારી સાથે આવું બની શકે છે, તો સુનિશ્ચિત કરો કે તમારી પાસે તમને મદદ કરી શકે તેવી કોઇ વ્યક્તિ હોય. ઉદાહરણ તરીકે, કોઇ સારા મિત્ર અથવા સલાહકાર. આ બાબતની ખાતરી કરવાની એક રીત એ છે કે તમે જેં કંઇ કહી શકો તેનું રિહર્સલ કરવું અને સામે કેવી પ્રતિક્રિયા મળે છે તેના પર ધ્યાન આપવું. વાતચીતની શરૂઆત કેમ કરવી: ખતના વિષે વાત કરવાની ઘણી રીતો છે. આ રહી એક માર્ગદર્શિકા. તમને લાગુ ના પડતી હોય તેવી બાબતોને છોડી દો અને તેમાં તમારી પોતાની રીતે ફેરફાર કરો. 1. પ્રસ્તાવના: હું તમારી સાથે કંઇક શેર કરવા માંગુ છું. તે એક અંગત અને સંવેદનશીલ વાત છે. તમે મારા માટે એક મહત્વપૂર્ણ વ્યક્તિ હોવાને કારણે હું તમારી સાથે આ વાત શેર કરું છું. હું ઇચ્છું છું કે તમે પહેલા પૂરી વાત સાંભળો અને પછી તમને કોઇ પ્રશ્નો હશે તો હું તેનો જવાબ આપીશ. શું વાત કરવા માટે આ સમય યોગ્ય છે? 2. તેમને આ પ્રથા વિષે થોડી સામાન્ય માહિતી આપો, પરંતુ વધુ માહિતી આપશો નહીં: મારો સમાજ ખતના નામની જેનિટલ કટિંગની પ્રથાને અનુસરે છે. હું જ્યારે નાનકડી હતી ત્યારે મારી સાથે પણ તેમ કરવામાં આવ્યું હતું. તે એક પ્રતિબંધિત વિષય છે અને તેને આઘાતજનક માનવામાં આવે છે. 3. તેમને તમારા પોતાના આઘાત વિષે જણાવો (આ ભાગ ઘણો મોટો હોય શકે છે, તેથી આ એક ફક્ત ઉદાહરણ છે): હું ઠીક છું, પરંતુ ક્યારેક તે વિષે વિચારીને હું અસ્વસ્થ થઇ જાવ છું અને દર વખતે કેટલીક સેક્સ્યુઅલ સ્થિતિમાં હું માનસિક તણાવમાં હોવાનું મેહસુસ કરું છું. 4. તમે તેમના તરફથી શું અપેક્ષા રાખો છો તે વિષે તેમને જણાવો (આ ભાગ પણ ખૂબ જ મોટો હોય શકે છે): હું એવું નથી ઇચ્છતી કે તમે હમણાં કંઇ કહો અથવા કરો. તે મારા જીવનનો એક અનુભવ હોવાને કારણે હું તમારી સાથે આ વાત શેર કરી રહી છું અને તે કદાચ તમને એ સમજવામાં મદદરૂપ થાય કે શા માટે હું ક્યારેક ખાસ પ્રકારની પ્રતિક્રિયા આપું છું. 5. તેમને થોડી સામગ્રીઓ આપો, જેથી તેઓ તે વિષે થોડું વધારે જાણી શકે: જો તમને કોઇ પ્રશ્નો હોય તો, મને તેનો જવાબ આપવામાં ખુશી થશે. જો તમને ગમે તો, હું તમને કેટલાક આર્ટિકલો વાંચવાનું અને વિડીયો જોવાનું સૂચન પણ કરી શકું. હું ખરેખર આશા રાખું છે કે તમારો નવો પ્રેમી સારો હશે! જો તમે તેની સાથે વાત કરવાનો નિર્ણય કરો તો, તે કદાચ તમારી સાજા થવાના અનુભવને સારો બનાવી શકે છે. – માસી   માસી ઉર્ફ ફરઝાના ડૉક્ટર ફરઝાના એ એક નોવેલિસ્ટ અને પ્રાઇવેટ પ્રક્ટિસમાં સાયકોથેરાપિસ્ટ છે. તેણી WeSpeakOut અને ‘એન્ડ એફ.જી.એમ./સી. કેનેડા નેટવર્ક’ની એક સ્થાપક સભ્ય છે. તેણીને સંબંધો અને સેક્સ્યુઆલિટી વિષે વાત કરવી ગમે છે! તેણી વિષે તમે www.farzanadoctor.com પરથી વધુ માહિતી મેળવી શકો છો. તેમની નવી નોવેલ સેવનને અહીં ઑર્ડર કરો, જેમાં દાઉદી બોહરા સમાજના સંદર્ભમાં બૈરાઓના સંબંધો, સેક્સ્યુઆલિટી, બેવફાઇ વિષે વાત કરવામાં આવી છે. ઘોષણા: ફરઝાના સંપૂર્ણ રીતે સારી સલાહ આપતી હોય, તે છતાં આ કોલમ દરેક વ્યક્તિની અંગત ચિંતાઓનું સંબોધન કરશે નહીં અને તેનો વ્યાવસાયિક મેડિકલ અથવા સાયકોલોજિકલ સંભાળની અવેજી રૂપે ઉપયોગ કરવામાં આવવો જોઇએ નહીં.   Read the Hindi version here, and the English version here.

ખતના ના ખૂનથી લથબથ હાથ અને એ દીકરીઓની ચીસો ક્યારે પોહચશે આ સમાજ સુધી?

લેખક: અનામિકા ગુજરાત (લેખિકા ગુજરાતના એક સુસંસ્કૃત ગ્રામ્ય માહોલામાં જન્મ લઈને ગુજરાતના એક મોટા શહેરમાં દાઉદી વહોરા સમાજમાં પ્રવર્તી કુપ્રથાઓ અને કુરિવાજો સામે બંડ પોકારે છે. સ્ત્રી સમુદાયમાં પોતાનો આવાજ શબ્દો ચોર્યા વગર વ્યક્ત કરવાની હિમત અને ક્ષમ્તા ધરાવે છે.) દાઉદી વ્હોરા સમાજની માફક આફ્રિકાના અમુક દેશમાં નાની ઉમરની છોકરીઓની સુન્નત થાય છે. પરંતુ છેલ્લા 20 વર્ષોમાં આફ્રિકન દેશોમાં આ વિષે હવે જોરસોરથી આવાજ ઉઠવાય છે. તો ભારતમાં સૌથી સમૃદ્ધ અને શિક્ષિત ગણાતા વ્હોરા સમાજમાં હજુ આ વિષે સ્ત્રીઓ કેમ બોલતી નથી? આ માટે એક સુન્નત/ખતના પીડિત ગુજરાતની શિક્ષિત વહોરા મહિલા તરીકે મેં મારો અવાજ બુલંદ કરવાનું નક્કી કર્યું છે. હું મારા પુરુષ પ્રધાન સમાજ અને ખાસ કરીને મારા ધર્મગુરુ વર્ગને પૂછવા માંગુ છું કે, શું વહોરા દીકરી પર સાત વર્ષની ઉંમરે થતો આ એક પ્રકારનો પુરુષ પ્રધાન બળાત્કાર નથી? કુદરતે જે શારીરિક રચના, જેને માટે નિર્ધારિત કરી છે, તેનો યથાતથ (જેમનો તેમ) ઉપયોગ શુ તે માટે જ ના થવો જોઈએ? હવે તો મને પણ સવાલ થાય છે કે કુદરતે એ અંગજ શુ કામ બનાવ્યું હતું? ક્યારેય વિચાર્યું છે, અનુભવ્યું છે, એ દીકરીઓ પર નાની ઉમરે શારીરિક અને માનસીક કેવા આઘાત જીરવતી હશે? એ ડર કે શરમના લીધે ભલે બોલે નહિ, પણ આખી જિંદગી તેની તેને પીડા થતી હોય છે. મને તો એવો પ્રશ્ન પણ થાય છે કે શું વ્હોરા સમાજના પુરષોમાં પોતાની પત્નીને શારીરિક સુખ આપવાની શક્તિ કે ક્ષમ્તા નથી? મને તો એવું લાગે છે કે પુરુષના સુખ માટે અને ધર્મગુરુના આદેશ ને વશ થઈને ડરના લીધે માતાઓ દીકરીઓ સાથે આ અત્યાચાર થવા દે છે. જેથી પુરુષ તેની દુર્બળતા છુપાવી શકે. જો આ શબ્દોથી પુરુષ જાતને માનસિક ઠેસ પોહચતી હોય, તો તેણે એટલું તો જરૂર વિચારવું જોઈએ કે એક સ્ત્રી ઉપર તે પોતાનું પ્રભુત્વ સ્થાપવા મઝહબના નામે અને પોતાના આનંદ માટે અત્યાચાર કરે છે. દાઉદી વ્હોરા સમાજમાં સ્ત્રી ખતના/સુન્નત વિષે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, યુનાઈટેડ નેશન્સનું ભારત સરકાર પર દબાણ છે, કેટલીક ક્રાંતિકારી યુવા મહિલાઓએ ધર્મગુરુ દ્વારા પ્રોત્સાહિત કરાતી આ બિનઆવશ્યક નઠારી પ્રથાનો વિરોધ કરવા ઝંડો ઉપાડ્યો છે. આ કુપ્રથા પર પ્રતિબંધ મુકવા સુપ્રીમ કોર્ટની મધ્યસ્થી ચાહતી એક અરજી, સુનાવણી માટે પેન્ડીંગ પડી છે. મારે તો કહેવું છે કે સમાજની તમામ સ્ત્રીઓ એ આવાજ ઉઠાવો જ જોઈએ. ક્યાં સુધી વેહમો અને અંધશ્રદ્ધાના નામ પર આવી કુપ્રથાના ગુલામ બની રેહશો? તમારી સાથે જે અત્યાચાર થયો તે હવે પછીની સમાજની કોઈ પણ દીકરી સાથે ના થવો જોઈએ. ઘરના બુજુર્ગ, ખાસ કરીને મહિલાઓ, ના માને તો માતા-પિતાએ તો પોતાની દીકરી માટે સજાગ થવુ જ જોઈએ. મારી દીકરીને આ કુપ્રથામાથી બચાવી લેવા મારા કુટુંબ સાથે મેં જબ્બર સંઘર્ષ કર્યો અને હું હારી ગઈ. હું આ લખી રહી છું ત્યારે પણ મારા રૂવાડા ઊભા થઈ જાય છે. મારી નજર સામેથી મેં મારી સાવ અણસમજ દીકરી સાથે આચરેલી દુષ્ટતા માટે મને ખુબ પસ્તાવો પણ થઇ રહ્યો છે. મારી દીકરીની અને મારી ખુદની ચીસો મારા કાનમાં હજુ પણ ગુંજે છે, ક્યારેક રાતે ઉઠીને પસ્તાવો કરું છું. મે મારા પતિને ખૂબ સમજાવ્યા પણ તે ગુલામ માનસિકતા ધરાવતા અને ડરપોક નીકળ્યા, હું હારી ગઈ મારી દીકરીની સામે. આજે જ્યારે પાછુવાળીને ભૂતકાળને યાદ કરું છું, મારા ભાગ્યને દોષ આપું છું, મારી જાતને પૂછું છું, હું દીકરીને લઇ ભાગી કેમ નો ગઇ? જો આમ કર્યું હોત તો આજે આ મનસ્થિતિનો માનસિક શિકાર ન બની હોત. હું નથી ખુદને માફ કરી શકતી, ના મારા પતિ કે પરિવાર ને. પરિપક્વ થયેલી મારી દીકરી આજે મને પૂછે છે “માં મારી સાથે તે આવું શુકામ થવા દીધું?” આજે પણ હું મારી જાતને ગુનેગાર ગણી મૂંગી થઇ જાઉં છું. હું પણ મારી મને પૂછતી હોઉં છું કે કેવી પીડા અને દર્દ મેં સહન કર્યું હતું એ વખતે. કેટલું લોહી જીવતા અંગના છેદનથી વહી જાય છે, કેવી જહ્ન્નમી પીડા થાય છે, તે ક્યારેય આ ધર્મગુરૂઓ કે પુરુષો શું સમજી શકે છે? નહિ સમજે માં નહિ સમજે એ લોકો. સ્ત્રીઓ તો મૂરખાની જેમ ગુલામ બની જીવમાં પોતે બહુ ધાર્મિક છે તે દેખાડવામાં બધું ચુપચાપ સહન જ કરે રાખે છે. અને પાછી તે વાતનો ગર્વ લેતા પણ શરમાતી નથી. આ વાત એક દીકરીને સમજાય છે. શું કહવતા પ્રગતિશીલ ગણાતી વોહરા કોમને આ વાત સમજાય છે? મારો આત્મા મને દરરોજ ઢંઢોળે છે, હચમચાવે છે. ક્યાં સુધી અંધશ્રદ્ધા અને વેહમના નામે કેટલીએ માસૂમ દીકરીઓનો આ સમાજ ભોગ લેશે? મારા સમાજને હું પૂછું છું. ખાસ કરીને સમાજના પુરુષોને કે ક્યારેય વિચાર્યું, આ ગંદી માનસિકતા અને ગંદો રીવાજ ક્યાંથી કેમ આવ્યો? ક્યારેય મૂળ સુધી પોહચવાનો પ્રયત્ન કર્યો? મને સુપર મોડેલ વારીસ ડીરીનું પુસ્તક “ડેજર્ટ ફ્લાવર” યાદ આવી રહ્યું છે. તેણે લખેલો આફ્રિકન ઇતિહાસ જોશો તો, તમારા રુવાડા ખાડા થઇ જશે. આફ્રિકન સ્ત્રી બાળકો પર કેવી બર્બરતા આચરવામાં આવી રહી છે. તેનું તાદ્સ વર્ણન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. આ પુસ્તકે આફ્રિકન સમાજમાં ક્રાંતિ આણી છે. આફ્રિકન સમાજ હવે આ કુપ્રથામાંથી બહાર નીકળવા લાગ્યો છે. યુનાઈટેડ નેશન્સને તેની નોંધ લેવાની ફરજ પડી છે. હું હવે જે વાત કહેવા જઈ રહી છું, તેના પુરાવા મળી જશે. ભારત પર વરમાર બહારથી મુસ્લિમો ચઢાઈ કરતા તે આપણે બધા જાણીએ છીએ. તે દરમિયાન તે વચ્ચે આવતા ગામો અને સ્ત્રીઓને લુંટતા. આ વાત જગ જાહેર છે. પુરુષને તેનું પુરુષતત્વ, સ્ત્રી પર અત્યાચાર કરી ને જ તો દેખાડવું હોય છે. સદીઓથી એમજ થતું આવે છે. વારંવારની ચઢાઈ પછી ત્યાં લૂટવા જેવુ કાઇ નથી તેની સાબિતી રૂપે સ્ત્રી નું નાક અને જનાનાંગ વિધતો, આ સચ્ચઈ છે. એટ્લે તો આપણા સમાજમાં દીકરીની સુન્નત/ખતના પછી સ્ત્રીઓ, નાક વીંધ્વ્યુ તેમ બોલતી. આ તમને યાદ હશે જ? અને પછી જ નાક વિન્ધવામાં આવતું. ત્યારની અવદશા અને માનસિક પીડા દીકરીઓને કદી ભુલાતી નથી . આજની યુવા પેઢીને આની જાણ નહીં હોય. કેમ કે તે સંપૂર્ણ ગુલામી સાથે મોટી થઈ છે. આપણી સ્ત્રીઓ ખત્નાની માફક નાની બાળકીનું નાક પણ વીંધતી. કેમ હવે નાક વીંધવાનું બંધ થયું? બસ ઉપરથી ધર્મગુરુનો આદેશ થયો એટલે માની લેવાનું? કેમ વિચાર ના આવ્યો? આપણાં સમાજમાં ચૂક પેહરવાની પ્રથા બંધ કરવામાં આવી, ધર્મગુરુના આદેશ આવ્યા પેહલાથી જ મે ચૂક/નથ પેહરવાનું બંધ કરેલુ. પુસ્તકોનાં વાંચન દ્વારા તે સચ્ચઈની મને ખબર પડી હતી. તેને સુહગની નિશાની ગણાતી. સાવ અચાનક તે નાકનું ઘરેણું પેહરવાની મનાઈ થઈ ગઈ. આ વાતને આપણે સ્ત્રી સુન્નત/ખતના સાથે ચૂક પેહરવાનુ બંધ થય શકતું હોય તો આ ભયાનક ખતના પ્રથા બંધ થવી જ જોઈએ. એ જોડીને જોવાનું કેમ નથી વિચારતા? આને હું માસૂમ બાળકીઓ ઉપર કાયદેસરનો બળાત્કાર/રેપ જ ગણું છું. મને દાઉદી વહોરા સમાજના પુરુષો પ્રત્યે ધૃણા/નફરતની લાગણી

એક સાઈકોથેરૅપિસ્ટ તરીકે, હું ક્યારેય ખતનાની ભલામણ નહિં કરું

(This article was first published in English on December 10, 2016. Read the English version here.) લેખક : અનામી ઉંમર : 36 વર્ષ દેશ : ભારત હું એક માનસિક આરોગ્ય ચિકિત્સક છું અને છેલ્લા 16 વર્ષોથી હું તેનું કાઉન્સેલિંગ અને થેરાપી આપી રહી છું. મારા ઘરનાં લોકો મારી એક કઝિનની સેરિમનિ વિષે બોલતા હતા ત્યારે અનાયાસે જ મને ‘ખતના’(ટાઈપ 1 એફ.જી.એમ.) વિષે જાણવા મળ્યું. હું વધારે માહિતી મેળવવા માંગતી હતી. મને સમજાયું નહિં કે હું પણ તે પ્રક્રિયા હેઠળથી પસાર થઈ હતી. મને વધારે કંઈ યાદ નથી, બસ આટલું કે મને બળતરા થતી હતી અને ત્યારબાદ મારી માં અને નાની દ્વારા તપાસવામાં આવી રહી હતી. તે એક હરામની બોટી હતી જેને મારા શરીરમાંથી કાઢી નાખવામાં આવી હોવાથી મારે તે વિષે ક્યારેય વાત કરવી જોઈએ નહિં તેવા વાતાવરણમાં હું મોટી થઈ. મને કહેવામાં આવ્યું હતુ કે હવે તુ શુદ્ધ થઈ ગઈ છે. હું મોટી થઈ તેમ મેં સાઈકૉલોજીનો અભ્યાસ કર્યો, હું એફ.જી.એમ. વિષેનો એક આર્ટિકલ વાંચતી હતી ત્યારે અચાનક જ મને સમજાય ગયું કે તે દિવસે મારી સાથે શું બન્યું હતુ. મને ધક્કો લાગ્યો પરંતુ, તેને સ્વીકારવા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ નહોતો કારણ કે જે કંઈ બન્યું તેની કોઈ અસર સમજાઈ નહોતી – મારા પ્રગતિશિલ માં-બાપને પણ નહિં. મારૂં જીવન અન્ય છોકરીઓની જેમ આગળ વધવા લાગ્યું. મારૂં લગ્ન જીવન, ખાસ કરીને સેક્સ પર તેની કોઈ અસર થઈ નહિં. મારૂં સેક્સ્યુઅલ જીવન અને ઑર્ગેઝમ્સ પણ સંતોષપૂર્ણ હતા અને મેં મહેસુસ કર્યું કે મારા પર ખતનાનીં કોઈ મોટી અસર થઈ નહોતી અથવા સાત વર્ષની ઉંમરે હું જે પ્રક્રિયા હેઠળથી પસાર થઈ તેનાં આઘાતનો સામનો કરવા મેં એ બાબતને એકદમ દબાવી દીધી હતી. જો કે, મને યાદ છે કે બાળકનાં જન્મ સમયે મારે એપિસિઓટોમી પ્રક્રિયા કરાવવી પડી હતી. UNFPA દ્વારા કરવામાં આવેલ એક સ્ટડી અનુસાર, એક સામાન્ય બૈરીની સરખામણીએ જે બૈરી પર જેનિટલ કટિંગની પ્રક્રિયા કરવામાં આવી હોય તેને સિઝેઅરિયન સેક્શન અને એપિસિઓટોમી ની વધારે જરૂર પડે છે અને બાળકનાં જન્મ પછી વધારે સમય હૉસ્પિટલમાં રહેવું પડે છે. આ વર્ષની શરૂઆતમાં પીઅર સુપરવિઝનમાં, મારી સાથે જે કંઈ બન્યું તેની પ્રક્રિયાને મેં ધીરે-ધીરે સમજી અને તેને જીવનનાં એક ભાગ રૂપે લીધી. મને એ બાબત પાછળથી સમજાઈ કે એફ.જી.એમ. ની અસરો થાય છે. હકીકતમાં તે આત્માને જખમો આપે છે અને આપણને આશ્ચર્ય થાય કે શું આ પ્રક્રિયા કરવી ખરેખર જરૂરી છે. ખતના પ્રક્રિયા લાંબા સમય સુધી માનસિક તણાવ આપી શકે છે. કુટુંબનાં સભ્યો દ્વારા ભરોસો તોડવાની લાગણીને કારણે તે બચ્ચાઓનાં વર્તનમાં ગરબડ પેદા કરી શકે છે. મોટી છોકરીઓ પણ બેચેની અને તણાવ મહેસુસ કરી શકે છે. જે આવી બધી બાબતો સમજે છે, તેવા એક મનોચિકિત્સક તરીકે શું હું ખતનાની ભલામણ કરીશ? ના, હું ભલામણ નહિં કરું કારણ કે, મને લાગે છે કે તેનો મુખ્ય હેતુ બૈરીઓની સેક્સ્યુઆલિટી પર નિયંત્રણ લાવવાનો છે. હું તેની વ્યાખ્યા લિંગ આધારીત હિંસા રૂપે કરીશ.

બધા નુક્શાનો શારીરિક નથી હોતા અને દરેક ધર્મ સંપૂર્ણ રીતે નૈતિક નથી હોતો

(This essay was originally published in English on September 21, 2018. Read the English version here.) લેખક : ઝીનોબીયા ઉંમર : 27 વર્ષ દેશ : ભારત આજે સોશિયલ મીડિયા પર અન્ય બાબતોની સાથે-સાથે મહિલાઓને સશક્ત કરવા, પોતાનો નિર્ણય પોતે જ લેવા, વ્યક્તિની ગોપનીયતાના અને તેના શરીરના ઉલ્લંઘન વિષે અને સંમતિની ભૂમિકા વિષેના વિચારો અને અભિપ્રાયો સાથે ગુસ્સો વ્યક્ત થતો જોવા મળે છે.અમુક લોકો એવી વાતો કરે છે કે બળાત્કારીઓને ફાંસી દઈ દેવી જોઈએ છે તો અમુક લોકો જાતિય છેડછાડ અને મહિલાઓની છેડતી કરતા લોકોને સજા કરવા વિષેપણ વાતો કરી રહ્યાં છે જેથી, જમીની સ્તર પર યોગ્ય પગલાં લઈ શકાય અને આવા લોકો છોકરીઓને પરેશાન કરતા પહેલાં બે વાર વિચાર કરે. પરંતુ, જ્યારે એક 7 વર્ષની અસહાય છોકરીનો બીજું કોઈ નહિં પણ તેમનું પોતાનું કુટુંબ અને સમાજ ગેરલાભ ઉઠાવે ત્યારે શું થાય છે? તેના માટે કોણ જવાબદારી લે છે?હું અહીં મારી પોતાની તકલીફો રજૂ કરવા નથી ઈચ્છતી પરંતુ, તમારી માહિતી માટે થોડી મૂળભૂત હકીકતો રજૂ કરવા ઈચ્છું છું. હું ભારતમાં મોટી થયેલી એક બોહરા મુસ્લિમ છું. જ્યારે વિશ્વ આપણને શાંત, શાંતિપ્રિય, વ્યવસાયમાં સમૃદ્ધ એવો સમાજ માને છે ત્યારે આપણે 6-7 વર્ષની નાનકડી છોકરીના અંગછેદનની એક ગુપ્ત પરંપરાને અનુસરીએ છીએ, જેને આપણે ખતના કહીએ છીએ. આ પ્રથા પુરુષો માટે કેવી રીતે આરોગ્યની દ્રષ્ટિએ “જરૂરી” છે અને અંતે, તે તેમના સેક્સ જીવનમાં મદદરૂપ થાય છે તે વિષેની ઘણી દલીલો કરવામાં આવે છે પરંતુ, અધિકાંશ શિક્ષિત અને સંસ્કારી લોકો એ બાબત સાથે સહમત છે કે આ પ્રથા એક બૈરીના શરીરિક, માનસીક અને ભાવનાત્મક આરોગ્ય માટે નુક્શાનદાયક છે, ખાસ કરીને એટલા માટે કે તેના પર કોઈ દેખરેખ રાખવામાં આવતી નથી અથવા અધિકાંશ આવી પ્રક્રિયાઓ બૅસમેન્ટોમાં એક અશિક્ષિત બૈરી દ્વારા કરવામાં આવે છે.આ પ્રથાને વિશ્વના અન્ય પ્રદેશોમાં આધિકારીક રીતે “ફીમેલ જેનિટલ મ્યૂટિલેશન (એફજીએમ)” કહેવામાં આવે છે અને તેને અસહાય છોકરીઓ પર થતા અપરાધ તરીકે માનવામાં આવે છે. શા માટે? શું કારણ છે? અમુક લોકો પવિત્રતા વિષે તો, અમુક લોકો પિતૃપ્રધાનતા વિષે વાત કરે છે. અમુક લોકો તેને એક આદેશરૂપ પરંપરા હોવાને કારણે માને છે અને જો એક મૌલા તેને ફરજિયાત કહે તો તેને નામંજૂર કરવાની હિંમત કોણ કરે? અમુક લોકો દબાણને વશ થઈને માને છે તો, અમુક લોકો બ્લૅકલિસ્ટ થવા અથવા વીરોધીનું લૅબલ લાગવાના ડરથી માને છે.જે લોકો ઉત્તર માગે છે તેમના માટે એવો પ્રચલિત જવાબ આપવામાં આવે છે કે તે એક બૈરીની જાતિય ઈચ્છાઓને નિયંત્રણમાં અથવા અંકુશમાં રાખવા માટે કરવામાં આવે છે. એ બાબત સાચી હોય શકે કેજ્યારે આપણે રણોમાં અને સમૂહ (ટ્રાઈબ્સ)માં રહેતા હતા અને લોકો હંમેશા અન્ય વ્યક્તિની બૈરીને ઉપાડી જવા માટે આતુર રહેતા હતા તેવા યુગમાં, કદાચ આ પ્રથા મદદરૂપ થઈ હશે. આજે કોઈપણ કારણ હોય તો પણ, શું તેનો કોઈ અર્થ છે ખરો? તમારો ઉદ્દેશસારોહોય તો પણ,એક બૈરીની સંમતિ વિના તેણીના શરીર સાથે શું કરવું એ નક્કી કરવાનો તમને કોઈ અધિકાર નથી.તમે કોઈપણ હો, તમારો ઉદ્દેશ કોઈપણ હોય તો પણ, નુક્શાન થયું છે અને તમે કોઈ ગુનેગારથી ઓછા નથી. પિડીતો માટે તેનો અર્થ શું છે? આપણા દ્વારા અનુસરવામાં આવતી પ્રથા આક્ષેપ અનુસાર ‘ટાઈપ 1’ પ્રકારની છે અને તે આફ્રિકન સમુદાયો દ્વારા અનુસરવામાં આવતી ‘ટાઈપ 2’ અને ‘ટાઈપ 3’ થી (ગંભીરતાના સ્તરના આધારે) અલગ છે.વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઈઝેશનની માન્યતા મુજબ, ટાઈપ 1 પ્રકારના એફજીસીને ક્લિટોરલ હૂડ અને/અથવા ક્લિટોરિસ કાપવા તરીકે વર્ણવવામાં આવ્યું છે, જેના ઘણાં શારીરિક અને માનસિક દુષ્પરિણામો જોવા મળે છે જેમ કે, ચેપ લાગવા, વધારે પડતો રક્તસ્ત્રાવ થવો, પેશાબ કરતી વખતે બળતરા થવી વિગેરે. ઘણી જુવાન છોકરીઓ વિશ્વાસઘાત, અસહાય અને મૂંઝવણ મહેસુસ કરતી હોવાના કારણે,આ પ્રથા માનસિક આરોગ્ય પર પણ વિપરિત અસર કરી શકે છે. તેમજ, આ આઘાતના પરિણામે, બાળક જાતિય સંબંધ બાંધવામાં પણ ડર અનુભવી શકે છે અને તેમનામાં સમાજના સભ્યો પ્રત્યે અવિશ્વાસનું નિર્માણ પણ થઈ શકે છે. પરંતુ, હજારો બૈરીઓએ આ પ્રથાને અનુસરી છે અને દાવો કરી રહી છે કે તેમને કોઈ જાતિય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો નથી? જે રીતે અધિકાંશ લોકો તેમના બેડરૂમમાં શું થાય છે તે વિષે અન્ય લોકોને વાત કરતા નથી, તેમ એફજીએમના સર્વાઈવરો પણ તેમની સેક્સ લાઈફ વિષે જાહેરમાં વાત કરતા નથી. તેમાંની ઘણી બૈરીઓ પીડાથી ચીસો પાડતી હોય છે અથવા “બેડરૂમમાં”એક આરોગ્યપ્રદ જીવન જીવી શકતી નથી.તેમાંની ઘણી બૈરીઓ ડૉક્ટરો, સેક્સોલોજિસ્ટ્સ, કાઉન્સેલર્સ અને થેરૅપિસ્ટ્સની નિયમિત દરદીઓ હોય છે.હાં, તેઓ ગર્ભવતિ થવાનું (જે આજે મરદ સાથે અથવા મરદ વિના કરવું વધારે મૂશ્કેલ નથી) મેનેજ કરી લે છે પરંતુ, શું એ પ્રક્રિયા પીડા મુક્ત છે? નહીં. બધા લોકો ડિવોર્સનો દર વધવા વિષે વાતો કરે છે પરંતુ, આ દર શા માટે વધી રહ્યો છે તે કોઈ સમજતું નથી. તેઓ એ જોતા નથી કે બૈરીઓ પર તેમના ઉછેર દરમિયાન જ ઘણાં બધા નિયંત્રણો લાદવામાં આવે છે. મરદ હોય કે બૈરી, તેને સંબંધી બધી બાબતો પહેલાંથી જ નક્કી કરેલી હોય છે, આ એવું નથી લાગી રહ્યું કે આપણે એવા સમાજમાં મોટા થઈ રહ્યાં છીએ જ્યાં નેતાઓ અથવા સ્વતંત્ર નિર્ણયકર્તાઓને ઉછેરવામાં આવી રહ્યાં હોય. આપણે બ્રેઈનવૉશ કરેલા શિષ્યોના એક ટોળાં જેવા છીએ અને હાલનાં, #metoo ની ક્રાન્તિને કારણે બૈરીઓએ તેમનો અવાજ ઉઠાવવાની એક શરૂઆત કરી છે. મારી સ્ટોરી હાં, મારા પર પણ ‘ખતના’ પ્રક્રિયા કરવામાં આવી હતી. મને બધું તો યાદ નથી પરંતુ, અમુક બાબતો યાદ છે. મને “કોઈ આન્ટી” ને મળવા લઈ જવામાં આવી હતી અને મને યાદ છે કે ત્યારે મને કોઈ સારી લાગણી નહોતી થતી પરંતુ, આપણને જેમ કહેવામાં આવે તેમ આપણે કરીએ છીએ. અમે કલકત્તાના તેના અંધકારમય ઘરમાં ગયા અને તેણીએ મને ભારતીય શૈલીના શૌચાલય પર પહોળા પગ કરીને ઊભા રહેવા માટે કહ્યું અને મને લોહી નીચે પડતું દેખાયું. બસ મને આટલું જ યાદ છે. મને બરાબર યાદ છે કે ત્યારપછી અઠવાડિયા સુધી મને પેશાબ કરવામાં પીડા થતી હતી. આ ચર્ચા રાત્રિભોજનની ચર્ચા જેવી ઔપચારિક ના હોવાથી, ત્યારપછી તે વિષે ક્યારેય વાત કરવામાં આવી નહિં. 16 વર્ષની ઉંમરે, જીન સૅસનની બૂક – પ્રિંસેસ દ્વારા મને આ ‘મુસ્લિમ પ્રથા’ વિષે ખબર પડી. સાઉદી અરૅબિયામાં બૈરીઓ સાથે કરવામાં આવતી ભયાનક બાબતોની સાથે-સાથે આ પ્રથાનું વર્ણન કરવામાં આવ્યુ હતું જેણે મારી યાદ તાજા કરી દીધી હતી. પહેલાં તો હું ડરી અને ભયભીત થઈ ગઈ અને મને સમજાતું નહોતું કે આ માહિતીનું શું કરવું.મને એ બાબતસમજાઈ નહિં કે શા માટે કોઈ મારી સાથે આવું ભયાનક કૃત્ય કરે? તેનો ઉદ્દેશ શું હતો? શું કોઈ ધાર્મિક કારણ હતું? શું કોઈ તબીબી કારણ હતું? ધીમે-ધીમે હું મારી ઉંમરના અન્ય લોકોને તે વિષે પૂછવા લાગી.ઈન્ટરનેટ મારી મદદે આવ્યું અને મેં આ ‘જંગલી’ પ્રથાને વધારે સમજવાનું શરૂ કર્યું કે કેવી રીતે તે આપણા પિતૃપ્રધાન દુનિયાની

બોહરાઓ વચ્ચે આધુનિક્તાની ખોટી માન્યતા

આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 11 મે 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિતકરવામાં આવ્યો હતો. Read the English version here. લેખક: અનામી ઉંમર : 33જન્મનો દેશ : ભારતવર્તમાન નિવાસસ્થાન : અમેરિકા હું દાઉદિ બોહરા કુટુંબમાં જન્મેલો મરદ છું. યુનાઈટેડ સ્ટેટ્સમાં મારો અને મારા ભાઈનો ઉછેર એકદમ સામાન્ય રીતે થયો છે. અમે અમેરિકાના એક ખૂબ જ ધર્મનિરપેક્ષ મંડળના સભ્યો હતા. મારા માતા-પિતા હંમેશા મને કહેતા કે અમે કેવી રીતે અન્ય મુસ્લિમો કરતા અલગ હતા. અમારો સમાજ અમારા દીકરાઓ અને દીકરીઓના શિક્ષણ ને મહત્વ આપતા. આપણા સમાજમાં ઘણા બૈરાઓ વ્યાપાર કરે છે, ડૉક્ટરો છે  અને પોતે ઘરખર્ચ ઉપાડે છે. અમે વહાબી તો નથી જ. મને સ્પષ્ટ રીતે યાદ છે કે મારા “મિસાક” લેવાના સમયે, હું મારા માતા-પિતા સાથે “20/20” ન્યૂઝ પ્રોગ્રામનો એક એપિસોડ જોતો હતો. તેનો એક ભાગ સોમાલિયાના ફીમેલ જેનિટલ મ્યુટિલેશન વિષે હતો. અમે તે પૂરો ભાગ જોયો અને રૂમમાં શાંતિ પ્રસરી ગઈ… જ્યારે તમે માતા-પિતા સાથે ફિલ્મ જોતા હો અને પ્રેમનું દ્રશ્ય આવે ત્યારે જેવી મૂંઝવણ અનુભવો તેવી મૂંઝવણ થવા લાગી. મારા માતા-પિતા શા માટે શરમ મેહસુસ કરતા હતા તે મને સમજાયું નહિં પરંતુ, થોડા દિવસો પછી બધા તે બાબતને ભૂલી ગયા. દશ વર્ષ પછી, હુંએક દાઉદિ બોહરા બૈરી સાથે લાગણી સભર સંબંધ ધરાવતો હતો (જે અત્યારે મારી પત્ની છે). પહેલી વાર જ્યારે અમે સંભોગ કરતા હતા ત્યારે તેણી ખૂબ જ રડવા લાગી. તેણી સાથે શું કરવામાં આવ્યું હતુ તે વિષે મને વાત કરી. જ્યારે તેણીએ કૉલેજમાં આ બાબત વિષે સાંભળ્યું ત્યાં સુધી તેણીને પોતાને ખબર નહોતી કે તેની સાથે શું કરવામાં આવ્યું છે. જ્યારે તે પ્રક્રિયા તેણી પર કરવામાં આવી ત્યારે તેણીએ પગના અંગૂઠા સુધી પીડા આપતો વીજળીનો જટકો મહેસુસ કર્યો પરંતુ, હું એ પ્રથમ વ્યક્તિ હતો જેણે એ તરંગનીઅસરમેહસુસ કરી હતી. તેણી ડરી ગઈ હતી અને કંઈક ગુમાવ્યાની લાગણી અનુભવતી હતી.તેણીની ખૂબ ઈચ્છા હતી કે મારી સાથે સંભોગ માણી સંબંધોને ગાઢ બનાવે પરંતુ, તેવું ક્યારે થઈ શક્યું નહિં. એક સંપૂર્ણ બૈરી તરીકેની તેણીની ક્ષમતા સાથે એ સુખ, યુવાવસ્થામાં જ તેણીની મરજી વિના છીનવી લેવામાં આવ્યું હતુ. અમે સાથે મળી તેનો સામનો કર્યો. મેં તેણીનું કાઉન્સેલિંગ કરાવ્યું અને તેણીને ફરી ખાતરી આપી કે આપણો પ્રેમ વધુ મજબૂત થશે પરંતુ, તેણી અને હું બન્ને જાણતા હતા કે એ ક્ષણે તેણીએ જે ગુમાવ્યું છે તે ક્યારેય કોઈપણ વ્યક્તિ પાછું આપી શકશે નહિં. અંતે, “20/20”ની એ ક્ષણ મને સમજમાં આવી. બે દિકરાઓ ધરાવતા મારા માતા-પિતાએ ક્યારેય તેમના બાળકોમાં શારીરિક બદલાવ કરવા જેવો પીડાદાયક નિર્ણય કરવો પડ્યો નહોતો પરંતુ, સ્પષ્ટ રીતે કહું તો જો અમે બન્ને ભાઈઓ માંથી કોઈ એક દિકરી હોત તો આ પ્રક્રિયાને અનુસરવા માટે જબરદસ્ત દબાણ કરવામાં આવ્યું હોત. સમાજ તેની ખોટી વાતો ફેલાવે છે કે એ “તમારા સુખી લગ્ન જીવન માટે છે”, “તમે સારી પત્ની બની શકો તે માટે છે.” પાછળથી મારા માતા-પિતા પાસેથી મને જાણવા મળ્યું કે મારા કુટુંબની બધી દિકરીઓ પર આ પ્રક્રિયા કરવામાં આવી છે. હું આ વાત માની શક્યો નહિં. જ્યારે તમારા 50% બાળકો મધ્યયુગની પ્રથાનો ભોગ બની રહ્યાં છે તો શા માટે તમે આધુનિક્તાનો મુખોટો પહેરીને ફરો છો? જો તમારી સંપૂર્ણ આધ્યાત્મિક બનવાની પૂર્વ શરત તેમના માટે શારીરિક કમી હોય તો બૈરાઓની સ્વતંત્રા સાથે છેડછાડ કરવાનું બંધ કરો. મારી સુંદર પત્નીએ મને ઘણુ બધું શીખવ્યું છે. તેણીએ મને માફ કરવાનું અને શક્તિ આપવાનું શીખવ્યું છે. જો હું મારી પત્નીની જગ્યાએ હોત તો ચોક્કસ મેં તેનો વિરોધ કર્યો હોત.સમય આવી ગયો છે કે બધા દાઉદિ બોહરા સાથે મળીને આ મુદ્દાનો ઉકેલ લાવે.આ પ્રક્રિયા આસ્થા પર એક કલંક છે.ઈસ્લામમાં તેનું કોઈ સ્થાન નથી, તે આપણા બૈરાઓને ભરપાઈ ના થઈ શકે તેવી હાનિ પહોંચાડે છે અને આ પ્રક્રિયા, આપણે આધુનિક અને નમ્ર મુસ્લિમો હોવાનો દાવો કરીએ છીએ તેનાથી વિપરીત છે. આ મુદ્દાને અંધકાર માંથી પ્રકાશમાં લઈ આવવાનો સમય આવી ગયો છે.  

એક સુલેમાનિ બોહરા પૂછે છે કે શું ‘સારા હોવા’ અને ‘ખરાબ હોવા’ ની વચ્ચે ફક્ત એક નાનકડો માંસનો ટુકડો

આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 09 માર્ચ 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. (Read the English version here.) લેખક :શબનમ મુકબિલ ઉંમર : 52દેશ : ભારત આવું મારી સાથે પણ બન્યુ હતુ……. જ્યારે હું 6 વર્ષની હતી ત્યારે બે મહિનાનું ઉનાળાના લાંબા વેકેશનમાં હું મારી માં સાથે મુંબઈની સુલેમાનિ સમાજની એક સીટ, બદર બાગ આવી હતી, જ્યાં મારો જન્મ થયો હતો.   સમાજના પરિસરમાં અમારૂં એક સુંદર નાનું કૉટેજ હતું જ્યાં મારી માંએ તેણીનું બાળપણ ગુજાર્યું હતુ. આજે પણ મને તે ઘર વિષેની નાની-નાની દરેક બાબતો યાદ છે જેમ કે, ફર્નિચર અને રૂમમાં તેની ગોઠવણ, રૂમ કેવા હતા, બહારનો સ્વચ્છ નાનકડો બગીચો, નાના બચ્ચાઓ જે મારી સાથે રમવા આવતા હતા, જે સહિયો બની ગઈ અને આજે પણ છે. વ્યક્તિની છ વર્ષની ઉંમરની યાદો ભૂંસી શકાય નહિં તેવી હોય શકે છે અને તેથી, આવી ખુશીની યાદો ના સાથે-સાથે એક દુખદ ઘટના પણ મને યાદ છે…    મને યાદ છે કે હું દિવાલની સામે પહોળા પગ કરી બેઠી હતી અને એક વૃદ્ધ બૈરી ચાકુ લઈને આવતી હતી અને ત્યારબાદ એ અસહ્ય પીડા….. મને બરાબર યાદ નથી પરંતુ સંભવતઃ હું ખૂબ જ રડી હતી. મને એ પણ યાદ નથી કે હું કેવી રીતે ત્યાંથી બહાર આવી– સંભવતઃ લંગડાતા ચાલીને નીકળી, એમ કહેવું વધારે યોગ્ય રહેશે. પરંતુ, જ્યારે પણ મારે ટોઈલેટમાં જવું પડતું ત્યારે થતી પીડા, બળતરા અને લોહીવાળા અન્ડરવેઅર આજે પણ મને બરાબર યાદ છે. મને યાદ છે કે ખૂબ જ પીડા થતી હોવાના કારણે હું ટોઈલેટમાં જવાનું ટાળતી હતી. મને યાદ છે કે હું દોડી અને રમી શક્તી નહોતી, જે મને ખૂબ જ ગમતું હતુ. અંતે, હું સાજી થઈ ગઈ. વર્ષો વિતી ગયા. હું આ આર્ટિકલ લખી રહી છું તે એ દર્શાવે છે કે હું આ સંકટ માંથી બહાર નીકળી ગઈ છું. શું તેના કારણે મને કોઈ સેક્સ સંબંધી સમસ્યાઓ આવી? મને નથી લાગતું. ખરું કહું તો, સંજોગ વસાત મેં જ્યારે તે વિષે વાંચ્યુ ત્યાં સુધી મને એવું લાગ્યુ પણ નહિં કે હું એફ.જી.સી.નો શિકાર બની છું અને તે જુની અણગમતી અને પીડાદાયક યાદો તાજી થઈ ગઈ અને ત્યારે મને ખરી વાસ્તવિક્તા સમજાઈ. મને નથી લાગતુ કે મારા સંબંધમાં અથવા એક વ્યક્તિ તરીકે મારા પર તેની કોઈ વિપરીત અસર થઈ હોય પરંતુ, શા માટે 6 વર્ષની એક નાનકડી નિર્દોષ છોકરીને આવી ક્રુર પ્રક્રિયા હેઠળથી પસાર થવું જોઈએ? જેમ દાવો કરવામાં આવે છે તેમ, શું તેનાથી મને એક સારી મુસ્લિમ, શુદ્ધ અથવા પવિત્ર બનાવવાનો ઉદ્દેશ પ્રાપ્ત થયો છે? શું “સારા હોવા” અથવા “ખરાબ હોવા” વચ્ચે ફક્તએક નાનકડા માંસના ટુકડાનો જ તફાવત છે? હું કદાચ આઘાત મેહસુસ નથી કરી રહી પંરતુ, તે પીડાને હું ક્યારેય નહિં ભૂલી શકું. જે કંઈ થયું તેના માટે હું મારી માંને દોષ નથી આપતી કારણ કે તેણી પર સંબંધીઓનું અને સમાજનું દબાણ હોવાનું હું સમજી શકુ છું. આજે તેણી મારી સાથે આ પ્રથાનો પૂરા દિલથી તિરસ્કાર કરે છે, એવી પ્રથા જેના શારીરિક કે આધ્યાત્મિક એવા આરોગ્ય સંબંધી કોઈ ફાયદાઓ નથી પરંતુ, ફક્ત દુઃખદ પીડા આપે છે.

હું કોની સાથે સેક્સ કરું એ મારૂં મન નક્કી કરે છે, મારૂં ક્લિટોરિસ નહિં

આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 22 માર્ચ 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. (Read the English version here.) લેખક :સબાહત જહાન ઉંમર : 24 દેશ : ભારત હું કાફૅમાં બેસીને વિચારી રહી છું કે જે રીતે મારી માંએ ધર્મના નામે મારી સાથે કર્યું તેમ, શું હું ક્યારેય મારી દિકરીને જેનિટલ અંગછેદન જેવી પીડાદાયક પ્રક્રિયા હેઠળથી પસાર થવા દઈ શકું? હું 24 વર્ષની, જર્નાલિઝમનો અભ્યાસ કરતી એક એવા મુસ્લિમ સમાજની છોકરી છું, જે આજના યુગમાં પણ ફીમેલ જેનિટલ મ્યૂટિલેશનની પ્રથાને અંધશ્રદ્ધાપૂર્વક અપનાવે છે. અત્યાર સુધી હું માનતી હતી કે એફ.જી.એમ. મારા સારા સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે અને પેશાબ સંબંધી મારી બધી સમસ્યાઓને તેની સાથે કોઈ સંબંધ નથી. મને સમજાયું નહિં કે હું જ્યારે સાત વર્ષની હતી ત્યારે મારા ક્લિટોરિસને કાપવામાં આવ્યું હતુ અને હકીકતમાં તે એક મોટી સમસ્યા હતી. તે પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવી અથવા તે મારા માટે પીડાદાયક હતી કે નહિં તે પણ મને યાદ નથી. મેં ક્યારેય એ બાબત પર વિચાર કર્યો નહિં કારણ કે મને મારી માં પર વિશ્વાસ હતો અને મારી માંએ મને કહ્યું હતુ કે આ પ્રક્રિયા મારી સારી સેહત માટે કરવામાં આવે છે. હું તેણીને નહિં પરંતુ, આપણી ધાર્મિક પ્રથાને દોષ આપું છું. ઘણાં મુસ્લિમ સમાજો આ પ્રથાને અપનાવતા નથી પરંતુ મારો સમાજ તેને અપનાવે છે. જ્યારે મેં લેખક અયાન હિરસી અલી નું પુસ્તક વાંચ્યું ત્યારે પહેલી વાર મને એફ.જી.એમ. વિષે જાણવા મળ્યું. ત્યારબાદ, મેં હિંદુસ્તાન ટાઈમ્સમાં સહિયો વિષે વાંચ્યું. મને આઘાત લાગ્યો અને મેં મારી માંને ફોન કર્યો. શાંતિપૂર્વક મેં તેણીને પૂછ્યું “માં, તે મારી સાથે એમ શા માટે કર્યું?” તેણીએ કહ્યું “કારણ કે, બેટા એ તારી જાતીય ઈચ્છાઓ પર નિયંત્રણ રાખશે, તું કોઈની સાથે સેક્સ કરીશ નહિં અને તારૂં કૌમારત્વ(વર્જિનિટી) જળવાઈ રહેશે.” મને વિચાર આવ્યો કે આ કૌમારત્વ માટે આટલું બધુ, શું આ માટે મારે સમય-સમય પર પેશાબ સંબંધી સમસ્યાઓ સહન કરવી પડી? કોઈની સાથે સેક્સ કરું કે નહિં એ મારી સમસ્યા છે, મારી સંમતિ નો પ્રશ્ન છે. તે મારૂં મન નક્કી કરશે, મારૂં ક્લિટોરિસ નહિં. મારી પાસે માંને કહેવા માટે કોઈ શબ્દો નહોતા, મેં ફક્ત “ઓકે” કહીને ફોન મુકી દીધો. મને તેણી પર ગુસ્સો નથી આવતો, તેણીએ ફક્ત એ કર્યું જે તેણીની સંસ્કૃતીએ અને ધર્મે તેણીને શીખવ્યું છે. હાં, જ્યારે હું સેક્સ કરું છું ત્યારે મને તકલીફ થાય છે. તે ખૂબ જ પીડાદાયક રહે છે અને સમસ્યા પેદા કરે છે. આ પ્રથા મારી જાતિય ઈચ્છાઓને રોકી શકી નહિં પરંતુ મારા માટે સેક્સ કરવું જરૂર મૂશ્કેલ બનાવી દીધું. હું એક શિક્ષિત વ્યક્તિ છું અને એફ.જી.એમ.નો વિરોધ કરું છું. આ પ્રથા ખોટી છે, તેવું લોકોને સમજાવવા હું મારા શ્રેષ્ઠ પ્રયત્નો કરીશ. તેનો વિરોધ કરવા અને તે વિષે વાતચીત કરવા માટે હું સહિયોની આભારી છું. મને ખુશી છે કે તે વિષે વાતચીત કરવાના ટેબૂને દૂર કરવામાં આવ્યું અને એફ.જી.એમ.ના એક શિકાર (વિક્ટિમ) રૂપે હું મારો અનુભવ શેર કરી શકું છું. (આ પોસ્ટની એક આવૃત્તિને 23 ફેબ્રુઆરી 2017ના રોજ સૌ પ્રથમ Wanderlustbeau બ્લોગમાં પ્રદર્શિક કરવામાં આવી હતી.)

મારા પર ખતનાની પ્રક્રિયા કરવામાં આવી હતી પરંતુ, મેં મારી દીકરી પર આ પ્રક્રિયા કરવા દીધી નહિં

આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 04 એપ્રિલ 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. Read the English version here. લેખક : અનામી વર્તમાન રહેવાસી સ્થળ : અમેરિકા જન્મ સ્થળ : ભારતઉંમર : 57 ભારતમાં 1966ના જુન મહિનાનો દિવસ હતો, હું સાત વર્ષની હતી અને મારી માં મને સમાચાર પત્રની એક સ્ટોરી વાંચી સંભળાવી રહી હતી. સ્ટોરી વાંચતા-વાંચતા આકસ્મિક રીતે જ તેણીએ આવતી સાંજે મારી દાદી સાથે “R” આન્ટીના ઘરે જવાની વાત કરી. મારી માં અને દાદી સાથે ક્યાંક બહાર જવા અને ત્યાં જવા કારમાં બેસવા માટે હું ઉત્સૂક હતી. જિજ્ઞાસાપૂર્વક મેં મારી માંને પૂછ્યું કે શા માટે આપણે “R” આન્ટીના ઘરે જઈ રહ્યાં છીએ, તેણીએ જવાબ આપ્યો કે એક મહત્વપૂર્ણ કામ કરવું જરૂરી હોવાથી આપણે ત્યાં જઈએ છીએ. ત્યાં જતી વખતે કારમાં મેં મારી માં અને દાદીને એવી વાતચીત કરતા સાંભળ્યા કે જો “R” આન્ટીના ઘરે તેમને પાણી આપવામાં આવે તો તે સ્વીકારવું નહિં કારણ કે, તેણી જે કાર્ય કરે છે તેને ખરાબ માનવામાં આવે છે. જાણવા આતુર મનને કારણે મેં મારી માંને મને એ બાબત સમજાવવા માટે ક્યું પરંતુ, તેણીએ મને “આ બાબતને સમજવા માટે તું હજી ઘણી નાની છે” એમ કહી ચૂપ રહેવા કહ્યું. “R” આન્ટીના ઘરે પહોંચતા અમને ઉપરના માળે એક મોટા હૉલમાં બેસાડવામાં આવ્યા. થોડી મિનીટો બાદ, તેણીએ અમારી સાથે બેસીને થોડી વાત કરી. ત્યારબાદ, તેણી અન્ય એક ઓરડામાં ગઈ અને એક સફેદ ચાદર લઈને પાછી આવી જેને તેણીએ જમીન પર બીછાવી. તેણીને આમ કરતા હું મૂંઝવણ ભરી નજરે તેની સામે જોતી રહી. ત્યારબાદ, તેણીએ મને નીચે આવી ચાદર પર સૂઈને આંખો બંધ કરી દેવા કહ્યું અને મેં તેણીના કહેવા પ્રમાણે કર્યું. તેણીએ મને અન્ય એક ચાદર ઓઢાડી અને મારી પેન્ટી નીચે સરકાવી. ત્યારબાદ મને નીચે ચીમટી જેવી પીડા થઈ અને હું ચીસ પાડવા લાગી. તેણીએ મને ચિંતા ના કરવાનું કહ્યું. કામ થઈ ગયું હતુ. ઘરે પાછા ફરતી વખતે મને અસ્વસ્થતા મહેસુસ થઈ અને મારી માંએ મને કહ્યું કે ચિંતા કરવા જેવુ કંઈ નથી, તને જલ્દી સારૂં થઈ જશે. જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે મારે બાથરૂમ જવું હતુ અને ત્યારે મેં તેમાંથી થોડુ લોહી નીકળતુ જોયું. લોહી જોઈ મને થોડો ડર લાગ્યો. ફરી મારી માંએ મને સમજાવી કે બધુ સારૂં થઈ જશે. મેં તેણીને પૂછ્યું કે શા માટે આપણે “R” આન્ટીના ઘરે ગયા હતા અને શા માટે મારા પર આ પ્રક્રિયા કરવામાં આવી. તેણીએ જણાવ્યું કે “બધી નાની દીકરીઓ પર આ પ્રક્રિયા કરવામાં આવે છે.” થોડા દિવસો બાદ હું આ ઘટનાને ભૂલી ગઈ. જ્યારે હું મોટી થઈને મારી મીસાકની ઉંમરની થઈ ત્યારે મને સમજાયું કે કોઈપણ યોગ્ય કારણ વિના મારા ગુપ્ત અંગ સાથે કંઈ છેડછાડ કરવામાં આવી છે. એવુ કંઈ જે એટલુ બધુ મહત્વપૂર્ણ નહોતુ. તે વિષે મારી માં સાથે વાત કર્યા પછી, મને જાણવા મળ્યું કે પરંપરા હોવાના કારણે તેણીએ મારી સાથે આમ કર્યું. તેણીએ પણ આ પ્રક્રિયા હેઠળથી પસાર થવુ પડ્યું હતુ. તેનું કોઈ ધાર્મિક મહત્વ નહોતું. વર્ષો વિતી ગયા અને એક દિવસ હું પણ માં બની. જ્યારે મારી દીકરી એ ઉંમરની થઈ ત્યારે મેં નિર્ણય કર્યો કે હું તેણીને આવો માનસિક ત્રાસ નહિં આપું, જેને ફક્ત પરંપરાના નામે અનુસરવામાં આવે છે અને જેનું ધાર્મિક દ્રષ્ટિએ કોઈ મહત્વ નથી. જ્યારે મેં આ નિર્ણય કર્યો ત્યારે ના તો મારી માંએ કે ના તો મારી સાસુએ તેનો વિરોધ કર્યો. મારી દીકરીને આ અગ્નિ પરિક્ષા આપવા માટે તેમણે મને દબાણ કર્યું નહોતું. સમાપ્ત કરતા પહેલાં, હું એટલુ કહેવા ઈચ્છું છું કે હા, આ પ્રક્રિયાએ મારી સેક્સ લાઈફ પર નકારાત્મક અસર કરી છે અને હું નથી ઈચ્છતી કે મારી દીકરીઓને જીવનમાં આવી કોઈ મૂશ્કેલીઓનો સામનો કરવો પડે.