Raising the conversation on Female Genital Cutting in Massachusetts

During February, Lesley University and Brandeis University in Massachusetts hosted events to elevate the conversation and build awareness on the topic of FGC as it occurs in the U.S. and the larger global world. On Feb 12th, Lesley University hosted Examining the Intersection Between Tradition and Gender Violence. The event showcased a screening of A Pinch of Skin, a documentary on FGC in India by Priya Goswami, followed by a panel discussion moderated by Mariya Taher with speakers attorney Joanne Golden, community health leader Abdirahman Yusuf, and OBGYN Dr. Melody Eckardt. Panel speakers shared their perspectives on FGC, drawing on their personal experiences with survivors across their multiple cross-cultural and professional fields to bring attention to this often silenced issue. To read more about the event, click here. Additionally, on Feb 14th, The Heller School for Social Policy and Management at Brandeis University hosted a conversation with Mariya Taher on “How Storytelling can Change Social norms, and Help to End Female Genital Cutting.” To learn more about the event, visit ‘A Pinch of Skin’ Documentary Screening and Discussion.
એક સુલેમાનિ બોહરા પૂછે છે કે શું ‘સારા હોવા’ અને ‘ખરાબ હોવા’ ની વચ્ચે ફક્ત એક નાનકડો માંસનો ટુકડો

આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 09 માર્ચ 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. (Read the English version here.) લેખક :શબનમ મુકબિલ ઉંમર : 52દેશ : ભારત આવું મારી સાથે પણ બન્યુ હતુ……. જ્યારે હું 6 વર્ષની હતી ત્યારે બે મહિનાનું ઉનાળાના લાંબા વેકેશનમાં હું મારી માં સાથે મુંબઈની સુલેમાનિ સમાજની એક સીટ, બદર બાગ આવી હતી, જ્યાં મારો જન્મ થયો હતો. સમાજના પરિસરમાં અમારૂં એક સુંદર નાનું કૉટેજ હતું જ્યાં મારી માંએ તેણીનું બાળપણ ગુજાર્યું હતુ. આજે પણ મને તે ઘર વિષેની નાની-નાની દરેક બાબતો યાદ છે જેમ કે, ફર્નિચર અને રૂમમાં તેની ગોઠવણ, રૂમ કેવા હતા, બહારનો સ્વચ્છ નાનકડો બગીચો, નાના બચ્ચાઓ જે મારી સાથે રમવા આવતા હતા, જે સહિયો બની ગઈ અને આજે પણ છે. વ્યક્તિની છ વર્ષની ઉંમરની યાદો ભૂંસી શકાય નહિં તેવી હોય શકે છે અને તેથી, આવી ખુશીની યાદો ના સાથે-સાથે એક દુખદ ઘટના પણ મને યાદ છે… મને યાદ છે કે હું દિવાલની સામે પહોળા પગ કરી બેઠી હતી અને એક વૃદ્ધ બૈરી ચાકુ લઈને આવતી હતી અને ત્યારબાદ એ અસહ્ય પીડા….. મને બરાબર યાદ નથી પરંતુ સંભવતઃ હું ખૂબ જ રડી હતી. મને એ પણ યાદ નથી કે હું કેવી રીતે ત્યાંથી બહાર આવી– સંભવતઃ લંગડાતા ચાલીને નીકળી, એમ કહેવું વધારે યોગ્ય રહેશે. પરંતુ, જ્યારે પણ મારે ટોઈલેટમાં જવું પડતું ત્યારે થતી પીડા, બળતરા અને લોહીવાળા અન્ડરવેઅર આજે પણ મને બરાબર યાદ છે. મને યાદ છે કે ખૂબ જ પીડા થતી હોવાના કારણે હું ટોઈલેટમાં જવાનું ટાળતી હતી. મને યાદ છે કે હું દોડી અને રમી શક્તી નહોતી, જે મને ખૂબ જ ગમતું હતુ. અંતે, હું સાજી થઈ ગઈ. વર્ષો વિતી ગયા. હું આ આર્ટિકલ લખી રહી છું તે એ દર્શાવે છે કે હું આ સંકટ માંથી બહાર નીકળી ગઈ છું. શું તેના કારણે મને કોઈ સેક્સ સંબંધી સમસ્યાઓ આવી? મને નથી લાગતું. ખરું કહું તો, સંજોગ વસાત મેં જ્યારે તે વિષે વાંચ્યુ ત્યાં સુધી મને એવું લાગ્યુ પણ નહિં કે હું એફ.જી.સી.નો શિકાર બની છું અને તે જુની અણગમતી અને પીડાદાયક યાદો તાજી થઈ ગઈ અને ત્યારે મને ખરી વાસ્તવિક્તા સમજાઈ. મને નથી લાગતુ કે મારા સંબંધમાં અથવા એક વ્યક્તિ તરીકે મારા પર તેની કોઈ વિપરીત અસર થઈ હોય પરંતુ, શા માટે 6 વર્ષની એક નાનકડી નિર્દોષ છોકરીને આવી ક્રુર પ્રક્રિયા હેઠળથી પસાર થવું જોઈએ? જેમ દાવો કરવામાં આવે છે તેમ, શું તેનાથી મને એક સારી મુસ્લિમ, શુદ્ધ અથવા પવિત્ર બનાવવાનો ઉદ્દેશ પ્રાપ્ત થયો છે? શું “સારા હોવા” અથવા “ખરાબ હોવા” વચ્ચે ફક્તએક નાનકડા માંસના ટુકડાનો જ તફાવત છે? હું કદાચ આઘાત મેહસુસ નથી કરી રહી પંરતુ, તે પીડાને હું ક્યારેય નહિં ભૂલી શકું. જે કંઈ થયું તેના માટે હું મારી માંને દોષ નથી આપતી કારણ કે તેણી પર સંબંધીઓનું અને સમાજનું દબાણ હોવાનું હું સમજી શકુ છું. આજે તેણી મારી સાથે આ પ્રથાનો પૂરા દિલથી તિરસ્કાર કરે છે, એવી પ્રથા જેના શારીરિક કે આધ્યાત્મિક એવા આરોગ્ય સંબંધી કોઈ ફાયદાઓ નથી પરંતુ, ફક્ત દુઃખદ પીડા આપે છે.
My experience at Sahiyo’s first Activists Retreat in India

By Chandni ShiyalSahiyo administrative assistant One day before Sahiyo’s first Activists Retreat for Bohras held in February in Mumbai, I was a bit nervous about how it would pan out in terms of arrangement and its overall functioning. But at the same time, I was excited to meet many of the new participants who were supposed to come from outside Mumbai as well residing in Mumbai, with a common goal to bring an end to Female Genital Cutting (FGC). Surprisingly, on the day of retreat, as participants walked in one by one and we introduced ourselves to each other, I never felt as if we were meeting for the first time. Initially, we began with an ice-breaker activity where we formed a circle and each person turn by turn had to talk about one thing that made them proud about themselves. Others in the circle who shared the same experience or sentiment would then have to high-five the speaker. Almost all participants ended up high-fiving each other because all of them had similar pride in working towards gender equality, helping people in need, educating the girl child, ending FGC and so on. This activity led to higher comfort-levels amongst participants. The different sessions that followed this introduction dealt with the challenges people face and the best ways to tackle the issue of FGC by spreading awareness and strengthening communication. The sessions were quite interactive and participants actively participated and added their thoughts, suggestions and innovative ideas to eliminate FGC. The most motivating thing for me was that men also took keen interest and were very sensitive about the practice, in the belief that this issue is not just a women’s issue and we need the collective effort of both men and women to end FGC. Moreover, some of the participants belonged to the older age group, and their support to the movement to end FGC was a great achievement and inspiration for the younger generation. At the end of the training workshops, each and every one took responsibility to help the cause in their own ways, whether it involved spreading awareness at the college level, helping in creating videos and animations on FGC, approaching the masses at the village levels, writing articles in medical journals or approaching medical experts. The participants expressed the need to have more such retreats and workshops in the near future, which was proof to me that this retreat was a success.
હું કોની સાથે સેક્સ કરું એ મારૂં મન નક્કી કરે છે, મારૂં ક્લિટોરિસ નહિં

આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 22 માર્ચ 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. (Read the English version here.) લેખક :સબાહત જહાન ઉંમર : 24 દેશ : ભારત હું કાફૅમાં બેસીને વિચારી રહી છું કે જે રીતે મારી માંએ ધર્મના નામે મારી સાથે કર્યું તેમ, શું હું ક્યારેય મારી દિકરીને જેનિટલ અંગછેદન જેવી પીડાદાયક પ્રક્રિયા હેઠળથી પસાર થવા દઈ શકું? હું 24 વર્ષની, જર્નાલિઝમનો અભ્યાસ કરતી એક એવા મુસ્લિમ સમાજની છોકરી છું, જે આજના યુગમાં પણ ફીમેલ જેનિટલ મ્યૂટિલેશનની પ્રથાને અંધશ્રદ્ધાપૂર્વક અપનાવે છે. અત્યાર સુધી હું માનતી હતી કે એફ.જી.એમ. મારા સારા સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે અને પેશાબ સંબંધી મારી બધી સમસ્યાઓને તેની સાથે કોઈ સંબંધ નથી. મને સમજાયું નહિં કે હું જ્યારે સાત વર્ષની હતી ત્યારે મારા ક્લિટોરિસને કાપવામાં આવ્યું હતુ અને હકીકતમાં તે એક મોટી સમસ્યા હતી. તે પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવી અથવા તે મારા માટે પીડાદાયક હતી કે નહિં તે પણ મને યાદ નથી. મેં ક્યારેય એ બાબત પર વિચાર કર્યો નહિં કારણ કે મને મારી માં પર વિશ્વાસ હતો અને મારી માંએ મને કહ્યું હતુ કે આ પ્રક્રિયા મારી સારી સેહત માટે કરવામાં આવે છે. હું તેણીને નહિં પરંતુ, આપણી ધાર્મિક પ્રથાને દોષ આપું છું. ઘણાં મુસ્લિમ સમાજો આ પ્રથાને અપનાવતા નથી પરંતુ મારો સમાજ તેને અપનાવે છે. જ્યારે મેં લેખક અયાન હિરસી અલી નું પુસ્તક વાંચ્યું ત્યારે પહેલી વાર મને એફ.જી.એમ. વિષે જાણવા મળ્યું. ત્યારબાદ, મેં હિંદુસ્તાન ટાઈમ્સમાં સહિયો વિષે વાંચ્યું. મને આઘાત લાગ્યો અને મેં મારી માંને ફોન કર્યો. શાંતિપૂર્વક મેં તેણીને પૂછ્યું “માં, તે મારી સાથે એમ શા માટે કર્યું?” તેણીએ કહ્યું “કારણ કે, બેટા એ તારી જાતીય ઈચ્છાઓ પર નિયંત્રણ રાખશે, તું કોઈની સાથે સેક્સ કરીશ નહિં અને તારૂં કૌમારત્વ(વર્જિનિટી) જળવાઈ રહેશે.” મને વિચાર આવ્યો કે આ કૌમારત્વ માટે આટલું બધુ, શું આ માટે મારે સમય-સમય પર પેશાબ સંબંધી સમસ્યાઓ સહન કરવી પડી? કોઈની સાથે સેક્સ કરું કે નહિં એ મારી સમસ્યા છે, મારી સંમતિ નો પ્રશ્ન છે. તે મારૂં મન નક્કી કરશે, મારૂં ક્લિટોરિસ નહિં. મારી પાસે માંને કહેવા માટે કોઈ શબ્દો નહોતા, મેં ફક્ત “ઓકે” કહીને ફોન મુકી દીધો. મને તેણી પર ગુસ્સો નથી આવતો, તેણીએ ફક્ત એ કર્યું જે તેણીની સંસ્કૃતીએ અને ધર્મે તેણીને શીખવ્યું છે. હાં, જ્યારે હું સેક્સ કરું છું ત્યારે મને તકલીફ થાય છે. તે ખૂબ જ પીડાદાયક રહે છે અને સમસ્યા પેદા કરે છે. આ પ્રથા મારી જાતિય ઈચ્છાઓને રોકી શકી નહિં પરંતુ મારા માટે સેક્સ કરવું જરૂર મૂશ્કેલ બનાવી દીધું. હું એક શિક્ષિત વ્યક્તિ છું અને એફ.જી.એમ.નો વિરોધ કરું છું. આ પ્રથા ખોટી છે, તેવું લોકોને સમજાવવા હું મારા શ્રેષ્ઠ પ્રયત્નો કરીશ. તેનો વિરોધ કરવા અને તે વિષે વાતચીત કરવા માટે હું સહિયોની આભારી છું. મને ખુશી છે કે તે વિષે વાતચીત કરવાના ટેબૂને દૂર કરવામાં આવ્યું અને એફ.જી.એમ.ના એક શિકાર (વિક્ટિમ) રૂપે હું મારો અનુભવ શેર કરી શકું છું. (આ પોસ્ટની એક આવૃત્તિને 23 ફેબ્રુઆરી 2017ના રોજ સૌ પ્રથમ Wanderlustbeau બ્લોગમાં પ્રદર્શિક કરવામાં આવી હતી.)
મારા પર ખતનાની પ્રક્રિયા કરવામાં આવી હતી પરંતુ, મેં મારી દીકરી પર આ પ્રક્રિયા કરવા દીધી નહિં

આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 04 એપ્રિલ 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. Read the English version here. લેખક : અનામી વર્તમાન રહેવાસી સ્થળ : અમેરિકા જન્મ સ્થળ : ભારતઉંમર : 57 ભારતમાં 1966ના જુન મહિનાનો દિવસ હતો, હું સાત વર્ષની હતી અને મારી માં મને સમાચાર પત્રની એક સ્ટોરી વાંચી સંભળાવી રહી હતી. સ્ટોરી વાંચતા-વાંચતા આકસ્મિક રીતે જ તેણીએ આવતી સાંજે મારી દાદી સાથે “R” આન્ટીના ઘરે જવાની વાત કરી. મારી માં અને દાદી સાથે ક્યાંક બહાર જવા અને ત્યાં જવા કારમાં બેસવા માટે હું ઉત્સૂક હતી. જિજ્ઞાસાપૂર્વક મેં મારી માંને પૂછ્યું કે શા માટે આપણે “R” આન્ટીના ઘરે જઈ રહ્યાં છીએ, તેણીએ જવાબ આપ્યો કે એક મહત્વપૂર્ણ કામ કરવું જરૂરી હોવાથી આપણે ત્યાં જઈએ છીએ. ત્યાં જતી વખતે કારમાં મેં મારી માં અને દાદીને એવી વાતચીત કરતા સાંભળ્યા કે જો “R” આન્ટીના ઘરે તેમને પાણી આપવામાં આવે તો તે સ્વીકારવું નહિં કારણ કે, તેણી જે કાર્ય કરે છે તેને ખરાબ માનવામાં આવે છે. જાણવા આતુર મનને કારણે મેં મારી માંને મને એ બાબત સમજાવવા માટે ક્યું પરંતુ, તેણીએ મને “આ બાબતને સમજવા માટે તું હજી ઘણી નાની છે” એમ કહી ચૂપ રહેવા કહ્યું. “R” આન્ટીના ઘરે પહોંચતા અમને ઉપરના માળે એક મોટા હૉલમાં બેસાડવામાં આવ્યા. થોડી મિનીટો બાદ, તેણીએ અમારી સાથે બેસીને થોડી વાત કરી. ત્યારબાદ, તેણી અન્ય એક ઓરડામાં ગઈ અને એક સફેદ ચાદર લઈને પાછી આવી જેને તેણીએ જમીન પર બીછાવી. તેણીને આમ કરતા હું મૂંઝવણ ભરી નજરે તેની સામે જોતી રહી. ત્યારબાદ, તેણીએ મને નીચે આવી ચાદર પર સૂઈને આંખો બંધ કરી દેવા કહ્યું અને મેં તેણીના કહેવા પ્રમાણે કર્યું. તેણીએ મને અન્ય એક ચાદર ઓઢાડી અને મારી પેન્ટી નીચે સરકાવી. ત્યારબાદ મને નીચે ચીમટી જેવી પીડા થઈ અને હું ચીસ પાડવા લાગી. તેણીએ મને ચિંતા ના કરવાનું કહ્યું. કામ થઈ ગયું હતુ. ઘરે પાછા ફરતી વખતે મને અસ્વસ્થતા મહેસુસ થઈ અને મારી માંએ મને કહ્યું કે ચિંતા કરવા જેવુ કંઈ નથી, તને જલ્દી સારૂં થઈ જશે. જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે મારે બાથરૂમ જવું હતુ અને ત્યારે મેં તેમાંથી થોડુ લોહી નીકળતુ જોયું. લોહી જોઈ મને થોડો ડર લાગ્યો. ફરી મારી માંએ મને સમજાવી કે બધુ સારૂં થઈ જશે. મેં તેણીને પૂછ્યું કે શા માટે આપણે “R” આન્ટીના ઘરે ગયા હતા અને શા માટે મારા પર આ પ્રક્રિયા કરવામાં આવી. તેણીએ જણાવ્યું કે “બધી નાની દીકરીઓ પર આ પ્રક્રિયા કરવામાં આવે છે.” થોડા દિવસો બાદ હું આ ઘટનાને ભૂલી ગઈ. જ્યારે હું મોટી થઈને મારી મીસાકની ઉંમરની થઈ ત્યારે મને સમજાયું કે કોઈપણ યોગ્ય કારણ વિના મારા ગુપ્ત અંગ સાથે કંઈ છેડછાડ કરવામાં આવી છે. એવુ કંઈ જે એટલુ બધુ મહત્વપૂર્ણ નહોતુ. તે વિષે મારી માં સાથે વાત કર્યા પછી, મને જાણવા મળ્યું કે પરંપરા હોવાના કારણે તેણીએ મારી સાથે આમ કર્યું. તેણીએ પણ આ પ્રક્રિયા હેઠળથી પસાર થવુ પડ્યું હતુ. તેનું કોઈ ધાર્મિક મહત્વ નહોતું. વર્ષો વિતી ગયા અને એક દિવસ હું પણ માં બની. જ્યારે મારી દીકરી એ ઉંમરની થઈ ત્યારે મેં નિર્ણય કર્યો કે હું તેણીને આવો માનસિક ત્રાસ નહિં આપું, જેને ફક્ત પરંપરાના નામે અનુસરવામાં આવે છે અને જેનું ધાર્મિક દ્રષ્ટિએ કોઈ મહત્વ નથી. જ્યારે મેં આ નિર્ણય કર્યો ત્યારે ના તો મારી માંએ કે ના તો મારી સાસુએ તેનો વિરોધ કર્યો. મારી દીકરીને આ અગ્નિ પરિક્ષા આપવા માટે તેમણે મને દબાણ કર્યું નહોતું. સમાપ્ત કરતા પહેલાં, હું એટલુ કહેવા ઈચ્છું છું કે હા, આ પ્રક્રિયાએ મારી સેક્સ લાઈફ પર નકારાત્મક અસર કરી છે અને હું નથી ઈચ્છતી કે મારી દીકરીઓને જીવનમાં આવી કોઈ મૂશ્કેલીઓનો સામનો કરવો પડે.
Building the data on Female Genital Cutting in the Bohra Community

In February 2017, Sahiyo released the findings of the first ever large scale global study on Female Genital Cutting in the Bohra community in order to gain insight into how and why this harmful practice continued. A year later, this February 2018 saw the release of a second large-scale research study entitled “The Clitoral Hood – A Contested Site”, conducted by Lakshmi Anantnarayan, Shabana Diler and Natasha Menon in collaboration with WeSpeakOut and Nari Samata Manch. The study explored the practice of FGM/C in the Bohra community specifically in India and added findings about the sexual impact of FGC on Bohra women. Substantial overlap between the two studies can be found and parallels can be drawn. Firstly, both studies explored the type of FGM/C that was carried out on the participants. The study by Sahiyo discovered that out of the 109 participants who were aware of the procedure that was carried out on them, 23 reported having undergone Type 1a – the removal of the clitoral hood. Research carried out by Anantnarayan et. al. found that although proponents of FGM/C in India claim that Bohras only practice Type 1a and Type 4 FGM/C (pricking, piercing or cauterization of the clitoral hood), participants reported that both Types 1a and 1b (partial or total removal of the clitoris and/or clitoral hood) are most often practiced. Sahiyo and Anantnarayan et. al. both found that the majority of participants had undergone FGM/C and therefore, among both samples, FGM/C was widely practiced. Sahiyo found that 80% of 385 female participants had undergone the practice, whereas Anantnarayan et. al. found that of the 83 female participants in the study, 75% reported that their daughters had undergone FGC. Both studies found that FGM/C was performed at around the age of seven. The impact of FGM/C on participants was also reported to be similar among participants of both studies. In exploring this further, Anantnarayan et. al. found that 97% of participants remembered FGM/C as a painful experience. Participants who had undergone the practice reported painful urination, physical discomfort, difficulty walking, and bleeding to be the immediate effects after having undergone FGM/C. In the long-term, some women reported that they suffered from recurring Urinary Tract Infections (UTIs) and incontinence, which they suspect could be linked to their khatna. Both studies also explored the effect of FGM/C on participants’ sex lives. Anantnarayan et. al. found that approximately 33% of participants believe that FGM/C has negatively impacted their sex life. Similarly, Sahiyo reported findings of 35% of participants who believed that FGM/C has negatively impacted their sex lives. Some of the problems identified by several participants included low sex drive, the inability to feel sexual pleasure, difficulty trusting sexual partners, and over-sensitivity in the clitoral area. Physical consequences of FGM/C in both studies also revealed psychological consequences. Similar to Sahiyo’s findings, Anantnarayan et. al. found that many participants reported feelings of fear, anxiety, shame, anger, depression, low self-esteem, and difficulty trusting people as some of the psychological repercussions of their FGM/C experience. Sahiyo found that 48% of participants in their study reported that FGM/C had left them with a lasting psychological impact. Both Sahiyo and Anantnarayan et. al. also explored the main reasons for the the continuation of FGM/C within the Bohra community. Several common reasons were found, including the continuation of an old traditional practice, the adherence to religious edicts, and to control women’s promiscuity and sexual behaviour. Interestingly, Sahiyo’s study found that 80% of women had earned at least a Bachelor’s degree, no relationship could be determined between education level and having undergone FGC. Meanwhile, the study by Anantnarayan et. al found that a strong connection existed between a mother’s education level and her decision to continue FGC on her daughter. Sahiyo’s study, however, did note that more important than education level was the question of a person’s ideological preference (stated religion) as it might influence a person’s decision to continue FGC on their daughter. In fact, Sahiyo’s survey found that those who were most likely to continue ‘khatna’ were also more likely to still identify as Dawoodi Bohra in their adult life. Anantnarayan et. al also determined that the more diverse personal networks and economic independence from the Bohra religious community a woman had, the more likely they were to discontinue FGM/C and renounce it. Finally, both studies examined the relationship between men and the decision/involvement for a girl to undergo FGC. Both studies did allude to the idea that the decision leading to a girl undergoing FGM/C may not strictly be confined to women. Sahiyo’s study revealed that 72% of respondents believed that men were aware of the practice, but only 27% believed that men were told of the practice when the girl underwent it in their family. Anantnarayan et. al. concluded that men played an integral role in the maintenance and propagation of the practice, both at the personal and political level, whether passively or more actively. However, Sahiyo’s data collection was completed in 2016, prior to the large-scale movement to end FGC in the Bohra community. The last few years have shown that with an increase in awareness of FGC amongst the public, Bohra men’s own knowledge of FGC has also naturally increased, and thus the traditional idea that men are unaware of FGC may in fact be changing with the current generation, as pointed out by Anantnarayan et. al.
Here I am, sharing my story: Watch a Dawoodi Bohra woman narrate her Khatna experience

In October 2017, at Sahiyo’s third Thaal Pe Charcha event, a young Indian Bohra woman, Saleha Paatwala, shared her experience of being subjected to “khafz” — also known as khatna or Female Genital Cutting — with the other participants. On this International Day of Zero Tolerance towards Female Genital Cutting (FGM/C), watch this poignant video (below) of Saleha narrating her story. “When I was cut, I didn’t even know what part of me was taken away by them, and for what. I was just a 7-year-old girl then. I remember the pain of that ‘nick’, the embarrassment of lying naked in front of those women, and those goosebumps when they touched my private part,” said Saleha, explaining why she chose to speak out. “By sharing my story, I hope to reach out to those who have suffered and can’t find their voices, to those who are unaware of this practice and most importantly, to those who can help us eradicate FGM/C completely from our country.” [youtube url=”https://youtu.be/JZSpb9RVqFQ”]
To each his own! A perspective on Female Genital Cutting by a Kuwaiti Bohra

By Anonymous Age: 29Country: Kuwait I was 7 years old when Khatna happened during my summer vacation to India. I am sure my mother must have looked for other avenues to have khatna done on me in Kuwait but unfortunately since Kuwait is such a strict Muslim country wherein even an abortion is prohibited, she had to take me to India. The mid wife convinced me that she was trying to remove a (non-existent) worm from my privates, that too in a non-medical set up. I remember her surgical toys, how she just laid me on the floor and boom I spat out a loud cry!! Funny part, there was a boy my age there who was also getting a circumcision. Good for his penis! I remember what happened but I never knew the actual reason for it until I went to college and met another well-read Bohra girl who then enlightened me that what had happened to me was not something normal, it was not right! I really didn’t understand what she meant, but then I researched and read about all types of FGM being performed and I realized what happened to me was Type 1. I even asked my other Muslim friends if they were circumcised. Of course the answer was, “What the hell are you even talking about?” I didn’t know how to confront my parents about it because all my life I just thought khatna must be essential just like a vaccination of some kind. When I did confront them, it was so upsetting for me to learn that they didn’t even feel sorry for what they did to me. They simply said it was a tradition that Bohras have been following for years and if I want, I have the will to not continue this for my daughters. Simple! I am enraged even as I write this. I had to accept my fate and move on but I did make them realize that what they did was wrong and unnecessary. I am 29 today and no, I don’t face any of the issues that have been discussed on this forum like being depressed, traumatized, or broken. And no, I don’t face any issues with an orgasm or stimulation. But again, that does not mean that I support this nonsense. The simple pleasures of life that god has bestowed upon us, why should anyone take that away from us? I did visit a gynecologist recently and I had to ask her to check if my clitoris looks normal. Her response was “It’s almost there.” From what I understand, Type 1 FGM is where they remove the clitoral hood. My doctor said that my hood is very much there, but a snip on my clit was visible enough to know that something was wrong. She seemed confused and that’s when I had to explain to her that Khatna happens in India too. She was shocked as it was new information for her. She was from Chennai; little does she know it’s probably being practiced there too. Whenever I end up in a discussion about Khatna with my Bohra friends who have cut their daughters, they have no space for a logical debate. There are also parents who are aware of this wrongdoing and who have decided not to practice this on their daughters, but they are not involved in any sort of a debate with others. Which is great and it’s the best way to deal with it. To each his own! I have been following Sahiyo on Twitter and I do read the chain of ongoing debates. And in between I come across arguments by Bohra doctors who support this illegitimate act with on the grounds of equal rights between men and women for circumcision. It made no sense to me, but one male doctor said that if men can be circumcised for medical reasons, women in our community have the rights to do so as well for hygienic reasons. Really? I still have had a UTI and Candidiasis even after being circumcised! To that doctor: it’s great that you care about us so much, but if that’s the case, then ask us for our consent on this matter. We have the right to say yes or no just like in our marriages. Educate us about khatna in the madrasas. Teach us the medical benefits of this act. Enlighten us but only when we have hit puberty and not when we are naïve and gullible. Allow us to do our own research and decide for ourselves whether we want to get snipped or not.
ડેટ્રોઈટના ડૉક્ટરની ગિરફ્તારી, ખતના વિષે વાતચીત કરવા માટેની એક તક છે

(આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 14 મે 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. Read the English version here.) લેખક: અનામી ઉંમર : 33 દેશ : પુણે, ભારત મારા પર ‘ખતના’ની પ્રક્રિયા કરવામાં આવી હોવાનું મને સ્પષ્ટ રીતે યાદ હોવા છતાં મેં મિસાક લીધા પછી, દાઉદી બોહરા સમાજમાં અપનાવવામાં આવતી આ પ્રથા વિષે મેં પ્રશ્ન કરવાની શરૂઆત કરી. આ પ્રથા હંમેશા ખોટી લાગતી હતી પરંતુ, જો મારી માં, બહેન અને સમાજના લગભગ બધા જ લોકો આ પ્રથાને અપનાવતા હોય ત્યારે હું કેવી રીતે પ્રશ્ન ઉઠાવી શકું? હું -મસ્જિદમાં જતી, ઉપવાસ કરતી અને મારા પાસે જેવી અપેક્ષા રાખવામાં આવે તે બધું જ કરતી એક નાની આજ્ઞાકારી બોહરા દીકરી હતી.મિસાક લીધા પછી, એક બોહરા બૈરા તરીકે મારા પરની કઠોર મર્યાદાઓમાં વધારો થવા લાગ્યો. ‘ખતના’ વિષે જાણવાની મારી ઉત્સુક્તાને કારણે હું તે વિષેની માહિતી શોધવા લાગી. પરંતુ પ્રામાણિક્તાથી કહું તો ગુગલમાં શું ટાઈપ કરવું તે પણ મને ખબર નહોતી. અંતે ગમે તેમ કરી જ્યારે મેં તે માહિતી શોધી ત્યારે, આફ્રિકામાં થતાં બૈરાઓના જેનિટલ મ્યુટિલેશનના લોહીલુહાણ ફોટાઓથી મારા કૉમ્પ્યુટરની સ્ક્રીન ભરાઈ ગઈ પરંતુ, બોહરા સમાજમાં આ પ્રથા અપનાવવામાં આવી રહી છે તે વિષે બહુ જ થોડી માહિતી હતી અથવા તો તેવી માહિતી ઉપલબ્ધ જ નહોતી. સ્પષ્ટ છે કે બોહરા સમાજમાં આ બાબત વિષે વાત કરવાની મનાઈ હતી પરંતુ, મારી કૉલેજની એક સહિ હતી જે મારી ઉંમરની બોહરા દીકરી હતી અને મનેતેના પર વિશ્વાસ હતો. તેણીએ કહ્યું કે “મને લાગે છે કે જ્યારે આપણે મોટા થશું ત્યારે આપણને કોઈ સમસ્યા આવી શકે છે અને કદાચ આપણે ક્યારેય સેક્સનો આનંદ નહિં લઈ શકીએ.” એ તેણીના જ્ઞાનની મર્યાદા હતી અને તેણી પણ મારા જેટલી જ કનફ્યુઝ હતી. મારા ગુસ્સામાં વધારો થઈ રહ્યો હતો કારણ કેસમાજના ઘણા નિયમો ખાસ કરીને, બૈરાઓ માટેના નિયમો લોજિક વિનાના, જૂનવાણી અને એકદમ બિનજરૂરી હતા અને તે બધામાં ‘ખતના’ પ્રથા સૌથી વધુ ક્રૂર હતી. મારા પોતાના અનુભવ કરતા, મારી મોટી બહેનની દીકરી જ્યારે સાત વર્ષ (જે ઉંમરે ‘ખતના’ની પ્રક્રિયા કરવામાં આવે છે)ની થઈ તે સમય મારા માટે ખૂબ જ કઠીન હતો. એ બાબત સ્પષ્ટ હતી કે મારી બહેન અને માં બન્ને આ પરંપરાને ચાલુ રાખવાની યોજના કરી રહ્યાં હતા. મારી માસુમ ભત્રીજીને ડરતી જોઈહું એકદમ અસહાય અને નિરાશા મેહસુસ કરી રહી હતી. અંગને કાપ્યાની પછીની રાત્રીએ તેણીને પીડામાં જોઈને મને ખૂબ જ દુઃખ થયું. આ ક્રૂર પ્રથાની આસ્થા ધાર્મિક અને સંસ્કૃતિક રીતે એટલી બધી ઊંડે સુધી છે કે તેને ઉખાડી ફેંકવી ખૂબ જ મૂશ્કેલ છે. જો કોઈ બદલાવ આવવો જોઈએ તો તે સમાજની અંદરથી જ આવવો જોઈએ. પરંતુ, જ્યારે કોઈ એ વિષે બોલવા જ તૈયાર ના હોય તો, કેવી રીતે બદલાવ આવી શકે? અમેરિકામાં નાની દીકરીઓ પર ‘ખતના’ પ્રક્રિયા કરતા ત્રણ ડૉક્ટરોની ગિરફ્તારીના સમચાર ફેલાઈ રહ્યાં હોય, આપણા માટે એ ખૂબ જ અગત્યનું અને મહત્વપૂર્ણ બની જાય છે કે આપણે સમાજની અંદર તે વિષે એકબીજા સાથે વાત કરીએ. મને ખાતરી છે કે આપણા સમાજની અંદર એક પણ બૈરી એવી નહિં હોય જેણે ક્યારેય આ પ્રથા સામે પ્રશ્ન ઉઠાવ્યો ના હોય. અંતે, કેવી રીતે કોઈ માં ઈચ્છાપૂર્વક પોતાની દીકરીને આવી પીડા સહન કરવા દે? મોઢું ફેરવી લઈ, મિશિગનમાં જે કંઈ થયું તેનાથી આપણે કંઈ લેવા-દેવા નથી એવું માનવાના બદલે, આપણે તે વિષે વાત કરી અને પ્રશ્ન ઉઠાવી, તેનો એક તક તરીકે ઉપયોગ કરવો જરૂરી છે. આ સમાજમાં હું મોટી થઈ હોવાથી, હું આ સમસ્યાના દરેક પાસાઓને સારી રીતે સમજું છું, કોઈપણ બોહરા આ બાબતમાં વાત કરવા ઈચ્છતા નથી કારણ કે તે ગુપ્ત અંગો અને બૈરીઓના જાતીય અંગોવિષેની વાત છે અને સેક્સ વિષે વાત કરવાનીમનાઈ છે. પરંતુ, કુટુંબીજનો અને મિત્રોના નાના-નાના સમૂહોમાં સાથે મળી આપણે આ જૂનવાણી પ્રથાને ફરી તપાસવી જરૂરી છે. હવે સહિયો જેવી નોન-પ્રોફિટ સંસ્થાઓ ઉપલબ્ધ છે, જે સમાજના લોકોને માહિતગાર અને શિક્ષિત કરવા વચનબદ્ધ છે. એવા ઘણા વૈજ્ઞાનિક ડૅટા ઉપલબ્ધ છે જે સાબિત કરે છે કે આ પ્રથા અપનાવાથી કોઈપણ પ્રકારનો લાભ થતો નથી. આપણાંમાથી જે લોકો ઈચ્છતા હોય તેમણે, મદરસા અને કૉલેજો, અન્ય સામાજીક સંસ્થાઓ અથવા પીટિશન પર સહી કરવા દ્વારા આપણા અનુભવોને શેર કરવાના માર્ગ શોધવા જરૂરી છે. એવી વ્યવસ્થા સામે આપણે આપણો અવાજ બુલંદ કરવો જરૂરી છે, જે સમાજના લોકો માટે ઘાતક હોય અને ‘ખતના’ જેવી ક્રૂર પ્રથા સમાજના લોકો માટે લાભદાયક છે તેવું બ્રેનવૉશ કરે. પૂરા વિશ્વમાં મારી ઘણી એવીસહિયો છે જેમને નાની-નાની દીકરીઓ છે અથવા તો નજીકના ભવિષ્યમાં તેમને ત્યાં નાના બચ્ચાઓ જન્મ લેશે. અવશ્ય તેઓ તેમની દીકરીઓને પ્રેમ કરે છે અને તેમને આવી ક્રૂરતાનો ભોગ બનવા દેવાનું પસંદ નહિં કરે પરંતુ, રિતરીવાજનું પાલન કરવાની તલવાર માથા પર લટકી રહી હોવાથી, તેની વિરૂદ્ધ ઉભા રહેવાની તાકત બહુ ઓછા લોકોમાં છે. સ્વતંત્ર રીતે વિચાર કરવાનો આપણો અધિકાર છીનવી લેવામાં આવી રહ્યો છે અને આપણે આપણા ધાર્મિક આગેવાનોને પ્રશ્ન કરવાની હિંમત કરતા નથી.પ્રત્યેક દિવસે, વિશ્વભરમાં અનેક દીકરીઓ આ પીડામાંથી પસાર થાય છે અને હંમેશા માટે તેમના જીવનમાં અસરો છોડી જાય છે.સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે અને આવી પ્રથા સામે આપણે આપણો અવાજ બુલંદ કરવો જરૂરી છે તેમજ હવે, આ પ્રથાને બંધ કરવા આપણે આપણા ધાર્મિક આગેવાનો સામે માંગ કરવી જરૂરી છે.
ખત્ના કરાવવી કે નહીં? આપણી દીકરીઓને મોટી થવા દો અને જાતે નિર્ણય લેવા દો

લેખિકા : ઈન્સિયા વય : ૩૪ વર્ષશહેર : મુંબઈ, ભારત હું એક જાણીતા અને સુશિક્ષિત પરિવારની સભ્ય હોવાથી મને હંમેશા કશુંક જુદું વિચારવાની તક મારા કુટુંબે આપી છે. અમારી કોમના નિયમોને ધ્યાનમાં લીધાં વિના, મારા માતાપિતા હંમેશા મને ટેકો આપતા આવ્યા છે. મને શિક્ષણ અપાયું હતું અને મારા ભાઈઓની જેવા સરખા અધિકારો અપાયા હતા. મારી વાતની કદી ઉપેક્ષા નહોતી કરાતી અને મારા અભિપ્રાયોને ધ્યાનમાં લેવાતા હતા. હું એક દીકરી હતી, પરંતુ મારી સાથે એક દીકરા જેવા વ્યવહાર કરાતો હતો. પણ અમારી કોમ સહેજ વધુ એકબીજાની સાથે નજીકથી સંકળાયેલી હોવાથી, મારે શું કરવું જોઈએ તે વિશે બોલવાનો દરેકને અધિકાર હતો. મારા પરિવારમાંની તમામ મહિલાઓ અમારા પર તેમના વિચારોને પ્રભાવ પાડી રહી હોવાથી, મારી વય જ્યારે સાત વર્ષની હતી ત્યારે મારી માતા સંમત થયાં હતાં કે મારે ખત્ના કરાવવી જોઈએ. એ દિવસ મને આજે હજી પણ સ્પષ્ટપણે યાદ છે. મારી ખત્ના કરાવવા માટે મારી માતા અને માસી પુણેમાં આ મહિલાના ઘરે લઈ ગયાં હતાં. કદાચ હવે દુ:ખાવો મને યાદ નહીં આવે, પરંતુ એ દિવસનો ભય, ઉદાસીનતા અને અવિશ્ર્વાસ હજી કાયમ છે. મારી અનેક પિત્રાઈ બહેનો હજી મને પૂછે છે, ‘‘જે કંઈ બન્યું તે વિશે તું શા માટે આટલી બધી વ્યથિત છે? શું તેથી આપણે કોઈ પણ રીતે બદલાયાં છીએ?’’ હું સંમત થાઉં છું કે ખત્નાથી સેક્સ (જાતીય સુખ) માણવા પ્રત્યેની મારી ઇચ્છા કદાચ નહીં બદલાઈ હોય, પરંતુ આપણી માતાઓ પ્રત્યેનો મારો દૃષ્ટિકોણ બદલાયો છે. જેઓ આપણને એવું જણાવે કે આપણને બળજબરીથી કોઈ સ્પર્શ કરે, ખાસ કરીને આપણાં ગુપ્તાંગોને સ્પર્શ કરે એ ખોટું છે, પરંતુ તો પછી તેઓ જાતે એક અજાણી મહિલાની પાસે શા માટે લઈ જાય છે? જે આપણી પેન્ટ ઉતારી પાડે છે અને આપણને સ્પર્શ કરે છે? આપણી માતાઓ અને માસીઓ-કાકીઓ કેમ એવું નથી વિચારતાં કે સાત વર્ષ એવી વય નથી કે જે વયે બાળકો તેમની સાથે શું કરાઈ રહ્યું છે, તેને સમજવા કે તેનો વિરોધ કરવા પૂરતા પ્રમાણમાં સક્ષમ છે. તેમને એવી પ્રતીતિ કેમ નથી થતી કે આની આપણા પર એવી માનસીક અસર પડશે કે જે પાછળથી આપણાં માતાપિતાને તેમના નિર્ણય બદલ ખેદ દર્શાવતાં કરી મૂકશે. બાળજન્મની વેદના મને યાદ નથી, પરંતુ મેં અનુભવેલી લાગણીઓ મને આજે પણ જેમની તેમ યાદ છે. આજની કુમળી કન્યાઓ માટે પણ આ વાત લાગુ પડે છે. પુખ્ત વયની મહિલાઓ માટે ખત્નાની પ્રથા નાબૂદ કરવી જોઈએ કે નહીં તેનો નિર્ણય હું લઈ નહીં શકું, પરંતુ કુમળી કન્યાઓની ખત્ના નહીં કરવી જોઈએ એવું મારું ચોક્કસપણે માનવું છે, બાળપણ તમારાં બાળકોને એવી ખાતરી કરાવવા માટે હોય છે કે તેઓ સુરક્ષિત છે અને તમે તેમને નહીં ડરાવો એવો તેમને વિશ્ર્વાસ હોય છે. આપણી કન્યાઓને મોટી થવા દો. તેમના શરીરમાં આપણે જે કોઈ ફેરફારો કરવા માગીએ છીએ તે વિશે તેમને માહિતગાર કરો. આપણા મઝહબ વિશે આપણાં બાળકોને આપણે કેળવીએ, નહીં કે પ્રથા-રિવાજો વડે તેમને ગભરાવીએ. મને ખબર છે કે ઘણા લોકો મારી વાત સાથે સંમત નહીં થાય અને ભલે તેઓ અસંમતિ દર્શાવે. કારણકે હું ફક્ત મારો દૃષ્ટિકોણ રજૂ કરવા માગું છું. હું બે દીકરીઓની માતા છું. મને ખબર છે કે મારી અથવા અમારા વડીલોની માન્યતાઓને અનુસરવાની તેમને ફરજ નહીં પાડીને તેમના જીવનને હું બહેતર બનાવી શકું. હું તેમને એવી કેળવણી આપવા માગું છું કે આપણી કોમ એક એવી પ્રગતિશીલ કોમ છે, જ્યાં આપણે આત્મવિશ્ર્વાસી, શિક્ષિત મહિલાઓ છીએ, જેઓને ઉદ્યમશીલો (કામકાજમાં પાવરધા) બનવા માટે શિખવાડાયું છે અને આપણે ઇચ્છીએ છીએ એવો રસ્તો પસંદ કરવાનો અધિકાર તેઓ ધરાવે છે. આપણી કોમમાંની દીકરીઓની તમામ માતાઓ, કૃપયા હું શું જણાવી રહી છું તે વિશે સહેજ વિચાર કરે. આપણી દીકરીઓને મોટી થવા દો અને પોતાની પસંદગીઓ કરવા દો. તેમના વતી આપણે નિર્ણયો નહીં લેવા જોઈએ. This article was published in English on May 29, 2017. You can find the English version here.